×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Jahangirpuri Violence : જાણો હિંસાના મુખ્ય આરોપી ગણાતાં મોહમ્મદ અંસારી વિશે


- પોલીસ રેકોર્ડ પ્રમાણે આ ઘટના અગાઉ તેમના પર 7 એફઆઈઆર અગાઉથી જ નોંધાઈ હતી

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ અંસાર જેને પોલીસ આ સમગ્ર હિંસાનો અસલી 'ઈન્સ્ટિગેટર અને ઈનિશિએટર' એટલે કે 'હિંસા ઉશ્કેરનાર અને પહેલ કરનાર' માની રહી છે. અંસાર હવે પોલીસ કસ્ટડીમાં છે. આ સમગ્ર કેસમાં ધરપકડ કરાયેલા 24 લોકોમાં તે પણ આરોપી છે. એક અહેવાલ પ્રમાણે મોહમ્મદ અંસારને શનિવારની ઘટનાનો માસ્ટરમાઈન્ડ ગણવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં સક્રીય રાજનૈતિક પાર્ટીઓ બીજેપી અને આમ આદમી પાર્ટી મોહમ્મદ અંસાર વિરોધી પક્ષ સાથે સંકળાયેલો હોવાનો દાવો કરી રહી છે. આ તમામ દાવાઓ વચ્ચે એક મહત્વની જણકારી કાલે મળી છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે આ ઘટના અગાઉ તેમના પર 7 એફઆઈઆર અગાઉથી જ નોંધાઈ હતી. 

દિલ્હી પોલીસના રેકોર્ડ પ્રમાણે મોહમ્મદ અંસારની ઉંમર 35 વર્ષ છે. તેમના પિતાનુ નામ મોહમ્મદ અલાઉદ્દીન છે. તેણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તે વ્યવસાયે કબાડનું કામ કરે છે અને જહાંગીરપુરી બી બ્લોકમાં રહે છે. તેની પત્નીનું નામ સકીના અને પુત્રનું નામ સોહેલ છે. હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન શનિવારે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યારે તે સ્થળ પર હાજર હતો. જ્યારે હિંસાની આ ઘટના ત્યારે બની જ્યારે યાત્રા સી બ્લોકથી બી બ્લોક તરફ જઈ રહી હતી અને અંસાર પણ બી બ્લોકમાં જ રહે છે. 

મોહમ્મદ અંસારનું જહાંગીરપુરી બી બ્લોકમાં ચાર માળનું મકાન છે. સૌથી નીચેના ફ્લોર પર તે તેમના પરિવાર સાથે રહે છે અને ઉપરના 3 ફ્લોર પર ભાડૂતો રહે છે.મંગળવારે તેમના ઘર પર તાળું લાગ્યું હતું. તેમનો આખો પરિવાર અમૂક વર્ષ અગાઉ જ બી બ્લોકમાં રહેવા માટે આવ્યો હતો. 

પોલીસ રેકોર્ડમાં મોહમ્મદ અંસાર

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે,  જહાંગીરપુરી હિંસાની તપાસ હજુ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. મોહમ્મદ અંસારને સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ 

કહેવો યોગ્ય નથી. જોકે, આખા કેસમાં ઈનિશિયેટર રહ્યો છે. દિલ્હી પોલીસની એફઆઈઆરમાં તે મુખ્ય આરોપી છે અને સૌથી પહેલા તેનું નામ આવ્યું હતું. સૌપ્રથમ તેણે 4-5 લોકોને ત્યાં લાવીને ધક્કા મુક્કી કરી હતી જેના કારણે સ્થિતિ વણસી હતી. જોકે, આ તપાસનો વિષય છે અને હજુ આ તપાસ શરૂઆતી તબક્કામાં છે.