×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ITBPના હિમવિરોએ વિંધ્યુ બર્ફીલા તોફાનનું ચક્રવ્યૂહ, 7 દિવસ બાદ આવ્યા પરત


- વસુધારા ખાતે એપ્રિલ મહિનામાં પણ ભારે હિમવર્ષા ચાલુ, ટૂંકાવવી પડી ટ્રેઈનિંગ

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર

ભારત તિબેટ સરહદ પોલીસ દળ (ITBP)ના હિમવિરો 7 દિવસની ટ્રેઈનિંગ બાદ પાછા આવી રહ્યા છે. 101 હિમવિરોને બદ્રીનાથથી 8 કિમી દૂર વસુધારામાં બર્ફીલા તોફાનોનો સામનો કરવા અને પર્વતારોહણના કોર્સ માટે લઈ જવામાં આવ્યા હતા. હિમવિરોએ 7 દિવસ સુધી શૂન્યથી પણ ઓછા તાપમાન અને ભારે વરફવર્ષા વચ્ચે પોતાનો પરસેવો વહાવ્યો હતો. ખૂબ જ ભારે હિમવર્ષાના કારણે 21 દિવસની ટ્રેઈનિંગને 7 જ દિવસમાં સમાપ્ત કરી દેવી પડી છે. 

એપ્રિલ મહિનામાં પણ બદ્રીનાથના વસુધારા ખાતે ભારે હિમવર્ષા ચાલુ છે. આઈટીબીપીના હિમવિરો ભારે બરફ વચ્ચે હિમાલયી પડકારોથી લડવાની ટ્રેઈનિંગ મેળવી રહ્યા હતા. આ જવાનો શૂન્ય કરતા પણ ઓછા તાપમાનમાં પરસેવો વહાવી રહ્યા હતા. પરંતુ ભારે બરફવર્ષાના કારણે તેમનો કેમ્પ બરફ નીચે દફન થઈ ગયો હતો. છેલ્લા 7 દિવસથી તેઓ બર્ફીલા તોફાનોનો સામનો કરી રહ્યા હતા. ભીષણ ભૌગોલિક પરિસ્થિતિ અને શૂન્યથી નીચા પારા વચ્ચે પણ તેઓ ફૌલાદી હિંમત જાળવી રાખતા હતા. 

જો કે, ભારે બરફવર્ષાના કારણે આટીબીપીના જવાનોએ પોતાની ટ્રેઈનિંગ અધૂરી છોડવી પડી છે અને વસુધારાથી પરત આવવું પડ્યું છે. આઈટીબીપી દ્વારા કાયમની જેમ આ વખતે પણ ઉંચા હિમાલય ક્ષેત્રમાં હાઈ એલ્ટિટ્યુડ એરિયામાં અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેઈનિંગ 21 દિવસની હતી પરંતુ ભારે બરફવર્ષા અને તોફાનોના કારણે તેને 7 દિવસમાં પૂરી કરી દેવામાં આવી છે.