×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ISROની સફળતા: શ્રીહરીકોટાથી એકસાથે 9 સેટેલાઈટ લોન્ચ કર્યા


આંધ્ર પ્રદેશ, તા. 26 નવેમ્બર 2022 શનિવાર

ISROએ આજે એટલે કે 26 નવેમ્બર 2022ની સવારે 11.56 વાગે શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ પેડ વન ઓશનસેટ-3 સેટેલાઈટ લોન્ચ કર્યુ. લોન્ચિંગ PSLV-XL રોકેટથી કરવામાં આવ્યુ. આ સાથે ભૂટાન માટે ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ સહિત આઠ નેનો સેટેલાઈટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા.


ભૂટાનસેટ એટલે કે ઈન્ડિયા-ભૂટાનનું જોઈન્ટ સેટેલાઈટ છે. જે એક ટેકનોલોજી ડિમોન્સટ્રેટર છે. આ એક નેનો સેટેલાઈટ છે. ભારતે આ માટે ભૂટાનને ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. ભૂટાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા લાગેલા છે. આ સેટેલાઈટ જમીનની જાણકારી આપશે. રેલવે ટ્રેક બનાવવા, બ્રિજ બનાવવા જેવા વિકાસ સંબંધિત કાર્યોમાં મદદ કરશે. આમાં મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા પણ લાગેલા છે. સામાન્ય તસવીરની સાથે અલગ-અલગ તરંગોના આધારે તસવીર પણ મળશે. 


ડેટા રિસેપ્શન ભૂટાનમાં ભારતના સહયોગથી બનાવવામાં આવેલા સેન્ટરમાં થશે પરંતુ તે પહેલા તેને ઈસરો પ્રાપ્ત કરીને તેમને આપશે. ભૂટાનમાં ભારત ગ્રાઉન્ડ સ્ટેશન પણ ડેવલપ કરી રહ્યુ છે. OceanSat-3 સમુદ્રી સપાટીના તાપમાન, ક્લોરોફિલ, ફાઈટોપ્લેકટોન, એરોસોલ અને પ્રદૂષણની પણ તપાસ કરશે. આ 1000 કિલોગ્રામ વજનનું સેટેલાઈટ છે. જેને ઈસરો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-6 નામ આપવામાં આવ્યુ છે.