×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IRCTCના શેરમાં ભારે મોટું કંપન, 20 % સુધી નીચે પડ્યો, રોકાણકારો પરેશાન


- છેલ્લા 2 વર્ષમાં લિસ્ટિંગ બાદ આ સ્ટોકે આશરે 700 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

IRCTCના શેરમાં ભારે મોટા ઘટાડાથી રોકાણકારો હતાશ છે. સતત બીજા દિવસે બુધવારે પણ શેરની કિંમતોમાં ઘટાડો ચાલુ જ છે. આજે શેરની કિંમતોમાં જોરદાર એવો 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આ કારણે રોકાણકારો શેરમાં વેપાર ચાલુ રાખે કે નીકળી જાય તેમ વિચારી રહ્યા છે. 

હકીકતે મંગળવારે 19 ઓક્ટોબરના રોજ IRCTCના શેરમાં 15 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. જોકે ક્લોઝિંગ ટાઈમમાં શેર BSE પર 8 ટકા ઘટીને બંધ થયો હતો. મંગળવારે શેરની ક્લોઝિંગ પ્રાઈઝ 5,454.85 રૂપિયા હતી. 

બુધવારે સવારે IRCTCનો શેર ઘટીને 4,909.40 રૂપિયા પર ખુલ્યો હતો અને વેપાર દરમિયાન આશરે 20 ટકા સુધી તૂટી ગયો હતો. શેરે ન્યૂનતમ 4,377.30 રૂપિયાના સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. જોકે બપોરે 2:18 કલાકે શેરની કિંમત ઘટાડા સાથે 4,473 જેવી હતી. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી IRCTCના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. 19 ઓક્ટોબરના શરૂઆતના વેપારમાં IRCTCના શેરે 6,393 રૂપિયાનો પોતાનો ઓલ ટાઈમ હાઈ પણ ટચ કર્યો હતો. માત્ર 2 જ દિવસમાં શેરની કિંમતોમાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા છતાં પણ છેલ્લા એક મહિનામાં શેરે આશરે 22 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 6 મહિનામાં IRCTCના સ્ટોકએ 175 ટકા રિટર્ન આપ્યું છે. 6 મહિના પહેલા આ શેરની કિંમત 1,640 રૂપિયા હતી. 

છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 240 ટકાનું રિટર્ન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, IRCTCનો આઈપીઓ 14 ઓક્ટોબર, 2019ના રોજ 101 ટકાના શાનદાર પ્રીમિયમ સાથે 644 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આજની તારીખે જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં લિસ્ટિંગ બાદ આ સ્ટોકે આશરે 700 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. મતલબ કે, 2 જ વર્ષમાં રોકાણકારોના પૈસા 7 ગણા થઈ ગયા છે.