×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPOના નવા નિયમો : પૈસા બ્લોક થયા પછી જ અરજી સ્વીકારાશે


અમદાવાદ : LIC સહિતના તાજેતરના આઈપીઓમાં બોગસ અરજીઓ ભરીને નાના રોકાણકારોને પોરવતા મોટા ખેલાડીઓ પર સેબીએ કડકાઈ કરી છે. માર્કેટ રેગ્યુલેટરે આઈપીઓના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરીને આ ખોટી નીતિઓ પર લગામ કસવાની તૈયારીઓ દર્શાવી છે.

સેબીએ આઈપીઓના નિયમોમાં ફેરફાર કરતા હવે પૈસા બ્લોક થયા બાદ જ અરજી સ્વીકારવાનો નિયમ કર્યો છે. સાદી ભાષામાં સમજીએ તો અત્યારે આઈપીઓ ભરતી વખતે ઓનલાઈન ASBA કે UPI કે અન્ય મોડ થકી તમે માત્ર ફોર્મ ભરો એટલે તમારી અરજી કુલ સબસ્ક્રિપ્શનમાં ગણાઈ જાય અને તમે આઈપીઓ ભરેલો ગણાય. અનેક કિસ્સામાં જોવા મળ્યું છે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય છતા પણ આઈપીઓ ભરાઈ જાય છે, આ ફોર્મ/અરજી એક્સચેન્જ પર રજિસ્ટર્ડ થાય છે, માન્ય ગણાય છે પરંતુ તમે મેન્ડેટ સ્વીકારતા નથી એટલેકે પૈસા ચૂકવતા નથી. આમ અંતે તમારી એ અરજી રિજેક્ટ થાય છે. આ કિસ્સામાં તમે કરેલ અરજી આઈપીઓના કુલ સબસ્કક્રિપ્શનમાં ગણાશે જ પરંતુ તમે હકીકતમાં વ્યાજબી રીતે અરજી કરી જ નહિ હોય.

અમુક ટેક્નિકલ કારણોસર અથવા તો ઉપરોક્ત જણાવેલ કિસ્સાના જોરે કુલ સબસ્ક્રિપ્શનનો આંકડો વધારે બતાવીને આઈપીઓ સારો છે તેમ બજાર વર્તુળોમાં ચર્ચા કરાવીને ખોટી ભ્રામક માર્કેટિંગ કરવામાં આવે છે. તાજેતરના જ LIC અને પ્રુડેન્ટ એડવાઈઝરી સહિતના આઈપીઓમાં પણ આ પ્રકારના બોગસ એપ્લિકેશનોના જોરે નાના રોકાણકારોને પોરવવામાં આવી રહ્યાં હોવાના અહેવાલ બાદ સેબી સફાળે જાગી છે અને નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરતા આજે આદેશ કર્યો છે કે તમામ પક્ષકારોએ ગ્રાહકોનો ડેટા લઈને નવી પદ્ધતિ અપનાવવી પડશે. નવી સિસ્ટમમાં હવે માત્ર અરજી ત્યારે જ એક્સચેન્જ પર સબમિટ થઈ શકે જો ખાતામાં પૈસા હશે એટલેકે અરજી ત્યારે જ માન્ય ગણાશે કે સ્વીકારાશે જ્યારે તમારા ખાતના પૈસા જ બ્લોક થાય.

LICના IPOએ સેબીને જગાડી : 

અહેવાલ અનુસાર એલઆઈસીના આઈપીઓમાં કરવામાં આવેલ ૨૦ લાખ અરજીઓ પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થઈ હતી અથવા તો ખોટી રીતે અરજી કરવાને કારણે રદ્દબાતલ ગણવામાં આવી હતી.

દેશની સૌથી મોટી સરકારી કંપનીમાં રિટેલ રોકાણકારોના સબસ્ક્રિપ્શન ડેટાને આધારે દેશના રિટેલ રોકાણકારોની તરફથી ભાગીદારીનો ઉત્સાહ માનવો તે વાત ખોટી છે. ચોંકાવનારી વિગત એ છે કે આઈપીઓમાં પ્રાપ્ત થયેલી કુલ અરજીઓમાંથી લગભગ ૨૮% અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે અત્યાર સુધીના કોઈપણIPO માટેની સર્વાધિક છે હોઈ શકે છે. તદુઉપરાંત LIC આઈપીઓમાં પોલિસીધારકો પાસેથી મળેલી ૩૪.૫% અરજીઓ પણ રિજેક્ટ કરવામાં આવી છે.

વધુ વાંચો : LICનાIPOમાં 'સેટિંગ'ની શંકા, 20 લાખ અરજીઓ રિજેક્ટ..!