×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL Mega Auction: પ્રીતિ ઝિંટા ઘરેથી ઓક્શન જોશે, ખોળામાં બાળકને લઈને શેર કરી તસવીર


નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2022 શનિવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગનુ મેગા ઓક્શન બેંગલુરુમાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. બે દિવસ સુધી સમગ્ર દુનિયાના લગભગ 600 ખેલાડીઓની બોલી લગાવાવમાં આવશે અને દસ ટીમ આ તમામને ખરીદવા માટે તૈયાર છે. પંજાબ કિંગ્સની માલકિન અને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા આ વખતે મેગા ઓક્શનમાં સામેલ થઈ શકશે નહીં.

પરંતુ પ્રીતિ ઝિંટા મેગા ઓક્શનને નિહાળવા માટે સમગ્ર રીતે તૈયાર છે અને તેમણે પોતાના ઘરેથી ખોળામાં બાળકને લઈને તસવીર પણ શેર કરી છે.

મેગા ઓક્શન પહેલા પ્રીતિ ઝિંટાએ પોતાની તસવીર ટ્વીટ કરી અને લખ્યુ કે ટાટા આઈપીએલ ઓક્શનને જોવા માટે સમગ્ર રીતે તૈયાર છુ. આ વખતે ઓક્શન પેડલની જગ્યાએ ક્યૂટ બેબીને ખોળામાં લીધુ છે, જે શ્રેષ્ઠ ફીલિંગ છે. મારુ દિલ ઝડપથી ધડકી રહ્યુ છે અને પંજાબ કિંગ્સની નવી સ્કવોડ માટે હવે રાહ જોવાઈ રહી નથી.

પ્રીતિ ઝિંટાએ લખ્યુ કે પંજાબ કિંગ્સ ચાલો પોતાનો પ્લાન લાગુ કરીએ અને ઓક્શન પર ફોકસ રાખીએ. પંજાબ કિંગ્સમાં પ્રીતિ ઝિન્ટાની ભાગીદારી છે, તે શરૂઆતથી જ આ ટીમનો મુખ્ય ચહેરો રહી છે.

પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ તો, ટીમે આ વખતે ફક્ત બે જ ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયામાં અને અર્શદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. એટલે કે પંજાબ કિંગ્સે પોતાની આખી ટીમ બનાવવી પડશે.