×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL Mega Auction: આ બીજા 'આંદ્રે રસેલ'ને પણ ચાંદી, માઈકલ વોને કહ્યું- બહુ અમીર બનવા જઈ રહ્યો છે


- ઓડિયન સ્મિથે આઈપીએલ ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા રાખી 

અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી, 2022, શનિવાર

વેસ્ટઈન્ડીઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને બીજો આંદ્રે રસેલ માનવામાં આવે છે. સ્મિથે ભારત સામેની વનડે સીરિઝમાં તોફાની બેટિંગ કરીને દેખાડી દીધું છે કે, ઓક્શનમાં તેમને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી ઘણાં રૂપિયા વેરવામાં પાછી નહીં પડે. ઉલ્લેખનીય છે કે, ભારત સામેની બીજી વનડેમાં સ્મિથે અલગ છાપ છોડી હતી. બોલ અને બેટ વડે પરફોર્મ કરીને સાબિત કરી દીધું હતું કે, તેમના અંદર ઓલરાઉન્ડરની વિશેષ ક્ષમતા છે. 

બીજી વનડેમાં ઓડિયને 2 વિકેટ મેળવી અને બેટિંગમાં 20 બોલ પર 24 રનની પારી રમ્યો. તે સિવાય ત્રીજી વનડેમાં સ્મિથે 1 વિકેટ લીધી અને બેટ વડે ધમાલ મચાવીને 18 બોલ પર 36 રન બનાવવામાં સફળ રહ્યો. પોતાની પારીમાં સ્મિથે 3 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. સ્મિથની બેટિંગમાં ખૂબી એ છે કે, તે બોલને જોરથી હિટ લગાવે છે અને બોલને સરળતાથી સીમા રેખાની બહાર મોકલી દે છે. આ ટેલેન્ટ જ તેને ઓક્શનમાં સૌથી દિલચસ્પ ખેલાડી બનાવે છે. 

ઓડિયનન બેઝ પ્રાઈસ 1 કરોડ

ઓડિયન સ્મિથે આઈપીએલ ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા રાખી છે. ઓક્શન દરમિયાન આ કેરેબિયન ઓલરાઉન્ડરને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી રૂપિયાનો વરસાદ કરી શકે છે. સ્મિથની અંદર એક વિસ્ફોટક બેટ્સમેન છે જે આઈપીએલમાં ટીમ માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. તેણે ભલે હજુ લાંબી સફર કાપવાની હોય પરંતુ તેને બીજો આંદ્રે રસેલ માનવામાં આવે છે. 

માઈકલ વોન પણ હેરાન

ઓડિયન સ્મિથની ટેલેન્ટ જોઈને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વિટર પર ભવિષ્યવાણી કરી છે. વોને પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, 'ઓડિયન સ્મિથ સપ્તાહના અંત સુધીમાં ખૂબ જ અમીર બનવા જઈ રહ્યો છે... અને એણે બનવું જ જોઈએ.'