×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL Auction Live: તમામ ટીમો પહોંચી ઓક્શન ટેબલ પર, થોડા સમયમાં બોલાશે પહેલી બોલી


- હરાજીના અંતમાં પ્રત્યેક ટીમમાં ન્યૂનતમ 18 ખેલાડીઓ અને મહત્તમ 25 ખેલાડીઓ હોઈ શકે છે

બેંગલુરૂ, તા. 12 ફેબ્રુઆરી, 2022, શનિવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના મેગા ઓક્શનનો આજે પહેલો દિવસ છે. બેંગલુરૂ ખાતે હોટેલ આઈટીસી ગાર્ડેનિયામાં આજે 161 ખેલાડીઓ માટે બોલી લાગશે. પહેલા દિવસના ઓક્શન સાથે સંકળાયેલી અપડેટ માટે અમારા સાથે જોડાયેલા રહો. 

પહેલા દિવસની હરાજીમાં 10 માર્કી પ્લેયર્સ પર ખાસ નજર રહેશે. તેમાં ભારતના 4 અને 6 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓવરઓલ 600 ખેલાડીઓ આ વખતે મેગા ઓક્શનમાં ઉતરશે. જે 600 ખેલાડીઓની બોલી બોલાવાની છે તેમાં 228 કૈપ્ડ અને 355 અનકૈપ્ડ પ્લેયર્સ છે. તે સિવાય 7 ખેલાડીઓ અસોસિએટ દેશોના પણ છે. 

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, અધિકારી રાજીવ શુક્લા સહિતના બીસીસીઆઈ સાથે સંકળાયેલા અન્ય લોકો ઓક્શન સ્થળે પહોંચી ગયા છે. તમામ ટીમના કોચ અને અન્ય સ્ટાફ પણ ઓક્શન ટેબલ પર છે. આ સાથે જ અનેક લોકો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાયેલા છે. 


ઘરેથી જ ઓક્શન જોશે પ્રીતિ ઝિંટા

પંજાબ કિંગ્સની માલિકણ અને બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા આ વખતે મેગા ઓક્શનમાં સામેલ નહીં થઈ શકે. તેણે ખોળામાં બેબી સાથેનો ફોટો શેર કર્યો છે અને તે ઘરેથી જ ઓક્શન નિહાળશે. 

ઓક્શન પહેલા મોટો ફેરફાર 

મેગા ઓક્શન પહેલા લિસ્ટમાં 10 ખેલાડીઓના નામ જોડવામાં આવ્યા છે. તેમાં મોટા ભાગના અંડર-19 ટીમના ખેલાડીઓ છે. 

એક ટીમમાં મહત્તમ 25 પ્લેયર્સ

હરાજીના અંતમાં પ્રત્યેક ટીમમાં ન્યૂનતમ 18 ખેલાડીઓ અને મહત્તમ 25 ખેલાડીઓ હોઈ શકે છે. આ માટે તેમણે પોતાના કુલ 90 કરોડ રૂપિયામાંથી (આશરે 12 મિલિયન અમેરિકી ડોલર) ઓછામાં ઓછા 67.5 કરોડ રૂપિયા (આશરે 9 મિલિયન અમેરિકી ડોલર) ખર્ચ કરવા પડશે. પ્રત્યેક ટીમમાં મહત્તમ 8 વિદેશી ખેલાડી હોઈ શકે છે. 

RTM કાર્ડ નહીં

2022ના ઓક્શનમાં આરટીએમ કાર્ડનો વિકલ્પ નહીં આવે કારણ કે, તે બે નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે અનુચિત ગણાશે. તેઓ પહેલી વખત આઈપીએલમાં સામેલ થઈ રહ્યા છે.