×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live: વેંકેટેશ ઐયર-નિતિશ રાણાની તોફાની બેટીંગ, કોલકાતાનો સ્કોર 16 ઓવરમાં 150 રન

બેંગ્લોર, તા.26 એપ્રિલ-2023, બુધવાર

IPL-2023માં આજે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટીંગ કરશે. સિઝનમાં અત્યાર સુધીમાં બેંગ્લોરે 7 મેચોમાંથી 4 મેચમાં જીત અને 3 મેચમાં હાર નોંધાવી છે. તો કોલકાતાએ 7 મેચોમાંથી 2 જીત અને 5 હાર નોંધાવી છે. પોઈન્ટ ટેબલમાં બેંગ્લોરની ટીમ 8 પોઈન્ટ સાથે 5માં ક્રમાંકે જ્યારે કોલકાતાની ટીમ 4 પોઈન્ટ સાથે 8માં ક્રમાંકે છે.

IPL-2023 Live Scorecard

બેંગ્લોર-કોલકાતાની પ્લેઈંગ-11 જાહેર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ જાહેરાત કરવામાં આવી છે. બંને ટીમોમાં મોટા ભાગે કોઈ મોટા ફેરફાર કરાયા નથી.

બેંગ્લોરે જીત્યો ટોસ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી છે. બેંગ્લોરે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું.

IPLમાં બંને વચ્ચે રમાઈ કુલ 32 મેચો

આઈપીએલના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કુલ 32 મેચો રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 18 મેચોમાં જીત નોંધાવી છે, તો બેંગ્લોરે 14 મેચમાં વિજય મેળવ્યો છે. 

બેટ્સમેન-સ્પિનર્સને પીચ આપી શકે છે સાથ

આ મેદાનની વિકેટ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે. આ વિકેટ પર ફાસ્ટ બોલરોને ખુબ ઓછી મદદ મળે છે. જો કે આ વિકેટ પર સ્પિનર્સને મદદ મળે છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, સુયશ પ્રભુદેસાઈ, ડેવિડ વિલી, વાનિન્દુ હસરાંગા, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, આકાશ દીપ, ફિન એલન, કર્ણ શર્મા, અનુજ રાવત, માઈકલ બ્રેસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, મનોજ ભંડાગે, વેન પાર્નેલ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ

નીતિશ રાણા (કેપ્ટન), એન જગદીસન (વિકેટ કીપર), જેસન રોય, આન્દ્રે રસલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, મનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા , લિટન દાસ, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, શાર્દુલ ઠાકુર, રહેમાનુલ્લા ગુરબાઝ, હર્ષિત રાણા, આર્ય દેસાઈ