×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : રાજસ્થાને ચેન્નાઈને જીતવા આપ્યો 203 રનનો ટાર્ગેટ, યશસ્વી જયસ્વાલની તોફાની ફિફ્ટી

જયપુર, તા.27 એપ્રિલ-2023, ગુરુવાર

IPL-2023માં આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 203 રનનો ટાર્ગોટ આપ્યો છે. રાજસ્થાને નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. રાજસ્થાનનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શરૂઆતથી જ તોફાની બેટીંગ કરી ટીમને મજબુસ સ્થિતિમાં લાવ્યો હતો. આ અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL-2023 Live Scorecard

જયસ્વાલની ફિફ્ટી

રાજસ્થાન તરફથી ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 8 ફોર અને 4 સિક્સ સાથે 77 રન કર્યા હતા. જ્યારે જોશ બટલરે 27 રન, કેપ્ટન સંજુ સેમસને 17 રન, શિમ્રોન હેટમાયરે 8 રન, ધ્રુવ જ્યુરેલે 34 રન, દેવદુત પડ્ડીક્કલે અણનમ 23 રન નોંધાવ્યા હતા.

તુષાર દેશપાંડેની 2 વિકેટ

ચેન્નાઈ તરફથ તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશ તિક્ષાના અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. 

પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની ટીમ ટોપ પર

IPL પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની ટીમ ટોપ પર છે, જ્યારે રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને છે. આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લી 3 મેચોમાં સતત જીતી મેળવી છે જયારે રાજસ્થાન રોયલ્સને છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. IPLમાં અત્યાર સુધી આ બંને ટીમો 28 મેચોમાં સામ સામે રમી ચુકી છે. જેમાં ચેન્નઈએ 15 મેચ જ્યારે રાજસ્થાને 13 મેચ જીતી છે.

અન્ય ટીમો કરતા RRનો નેટ રન રેટ ઘણો સારો

IPL 2023ની 7 મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા બાદ ચેન્નઈની પ્લેઓફમાં રમવાની શક્યતા વધી ગઈ છે. જયારે રાજસ્થાન રોયલ્સના 8 પોઈન્ટ છે. જો રાજસ્થાન આજની મેચ જીતવામાં સફળ રહેશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે. આ સીઝનમાં રાજસ્થાનનો નેટ રન રેટ અન્ય તમામ ટીમો કરતા સારો છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

રાજસ્થાન રોયલ્સની ટીમ

સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટ કિપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, અબ્દુલ બાસિથ, આકાશ વસિષ્ઠ, ડોનાવોન ફરેરા, મુરુગન અશ્વિન, કેએમ આસિફ, રિયાન પરાગ, જો રૂટ, એડમ ઝમ્પા, નવદીપ સૈની, કેસી કરિઅપ્પા, ઓબેદ મેકકોય, કુલદિપ યાદવ, કુલદીપ સેન, કુણાલ સિંહ રાઠોડ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ

એમએસ ધોની (કેપ્ટન અને વિકેટ કિપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષના, આકાશ સિંહ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રાશિદ, આરએસ હંગરગેકર, મિશેલ સેન્ટનર, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, ભગત વર્મા, નિશાંત સિંધુ