×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live: પંજાબના ઓપનરો આઉટ થયા બાદ મેથ્યુ શોર્ટે સંભાળી બાજી, સ્કોર 5 ઓવરમાં 42/2

મોહાલી, તા.13 એપ્રિલ-2023, ગુરુવાર

આજે IPLમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ કિંગ્સ પહેલા બેટીંગ કરશે. બંને ટીમો તેમની છેલ્લી મેચ હારી ચૂકી છે. આ મેચ જીતવા બંને ટીમો તમામ પ્રયાસો કરશે, કારણ કે જે ટીમ આ મેચ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમોમાં પહોંચી જશે.

IPL-2023 Live Scorecard

બે જીત બાદ ગુજરાતની હાર થઈ હતી

ગુજરાત ટાઈટન્સ ટીમે આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે તેણે છ વિકેટે જીત મેળવી હતી. જોકે ત્રીજી મેચમાં આ ટીમને કોલકાતા સામે 3 વિકેટે પરાજય થયો હતો. હાર્દિક પંડ્યા ગુજરાત માટે છેલ્લી મેચ રમ્યો નહોતો. 

પંજાબે પણ હારી હતી છેલ્લી મેચ

પંજાબ કિંગ્સની છેલ્લી મેચમાં હાર થઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ મેચમાં આ ટીમે કોલકાતા સામે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 7 રનથી જીત મેળવી હતી. આ સાથે જ બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 5 રને પરાજય થયો હતો. જો કે આ ટીમને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન અને ફાસ્ટ બોલર કાગિસો રબાડા આ મેચમાં પંજાબ તરફથી રમી શકે છે.

મોહાલીમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમને ફાયદો

મોહાલીની પીચ બેટ્સમેનો માટે ઘણી સારી છે. જો કે આ પીચ પર ફાસ્ટ બોલરોને થોડી મદદ મળતી જોવા મળે છે. મોહાલીમાં સાંજ દરમિયાન ઝાકળ પડતી હોવાથી મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ સ્થિતિમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 2 IPL મેચ રમાઈ છે. જેમાં એક મેચ પંજાબ અને એક મેચ ગુજરાતે જીતી હતી. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, એસએમ કુરન, એલએસ લિવિંગસ્ટોન, પી સિમરન સિંઘ, જેએમ શર્મા (વિકેટ કિપર), આરડી ચાહર, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, અર્શદીપ સિંહ, કે રબાડા.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન

શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સાઈ સુદર્શન, ડીએ મિલર, વિજય શંકર, આર તેવટિયા, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), રાશિદ ખાન, એમ શમી, અલઝારી જોસેફ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર.