×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : જયસ્વાલ-બટલરની આક્રમક બેટિંગ, રાજસ્થાનનો સ્કોર 50 રનને પાર

Image : Twitter

અમદાવાદ, 02 એપ્રિલ 2023, રવિવાર

IPL 2023 સીઝનમાં આજે પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં એક વખત ટાઈટલ જીતી ચૂકી છે. આ ટીમે IPLની પ્રથમ સિઝન એટલે કે 2008માં ચેમ્પિયન બની હતી. જ્યારે હૈદરાબાદની ટીમ બે વખત ટાઈટલ જીતી ચૂકી છે. 2009માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારબાદ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદના નામે ખિતાબ જીત્યો હતો.  જયસ્વાલ અને બટલરની આક્રમક બેટિંગ શરુ કરી છે. આ સાથે રાજસ્થાનનો સ્કોર 50 રનને પાર થઈ ગયો છે. રાજસ્થાને 4 ઓવરમાં જ 50 રન બનાવી લીધા છે.

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 રનને પાર

રાજસ્થાનની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન બનાવી લીધા છે. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ખૂબ જ આક્રમક બેટિંગ કરી રહ્યા છે. હૈદરાબાદના બોલરો અત્યાર સુધી બિનઅસરકારક સાબિત થયા છે અને રાજસ્થાનની ટીમ મોટા સ્કોર તરફ ઝડપથી આગળ વધી રહી છે.

મેચ પહેલા સલીમ દુર્રાનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મેચની શરૂઆત પહેલા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તે દેશના પહેલા ક્રિકેટર હતા જેમને અર્જુન એવોર્ડ મળ્યો હતો.

SRH ટોસ જીતી, RR ટીમ પ્રથમ બેટિંગ

હૈદરાબાદમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સના કેપ્ટન ભુવનેશ્વર કુમારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

જાણો બંને ટીમોની પ્લેઈંગ-11

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ

મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ (વિકેટમાં), ઉમરાન મલિક, આદિલ રાશિદ, ભુવનેશ્વર કુમાર (સી), ટી નટરાજન, ફઝલહક ફારૂકી.