×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : ચેન્નાઈએ દિલ્હીને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, ધોનીના 9 બોલમાં 20 રન

નવી દિલ્હી, તા.10 મે-2023, બુધવાર

IPL-2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈએ નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 167 રન નોંધાવ્યા છે. દિલ્હીના મિશેલ માર્સ અને અક્ષર પટેલની ધારદાર બોલીંગના કારણે ચેન્નાઈના ખેલાડીઓ મોટો સ્કોર કરી શક્યા નહતા. તો ચેન્નાઈના તમામ બેટ્સમેનોનું પણ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.

IPL-2023 Live Scorecard

ચેન્નાઈના બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન

ચેન્નાઈ તરફથી ઓપનિંગમાં આવેલા ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવોય સહિતના ખેલાડીઓ કંઈસ ખાસ કરી શક્યા ન હતા. ગાયકવાડે 18 બોલમાં 24 રન, ડેવોન કોનવેયે 10 રન, અજીંક્ય રહાણેએ 21 રન, મોઈન અલીએ 7 રન, શિવમ દુબેએ 12 બોલમાં 25 રન, અંબાજી રાયડુએ 23 રન, રવિન્દ્ર જાડેજાએ 16 રન, એમએસ ધોનીએ 9 બોલમાં 1 ફોર અને 2 સિક્સ સાથે 20 રન, દિપક ચહરે અણનમ 1 જ્યારે તુષાર દેશપાંડેએ 0 રન નોંધાવ્યા છે.

મિશેલ માર્શની 3 વિકેટ

દિલ્હી તરફથી મિશેલ માર્શે 3 વિકેટ ઝડપી હતી, તો અક્ષર પટેલે 2 વિકેટ, ખલીલ અહેમદ, લલીત યાદવ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈએ જીત્યો ટોસ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે

બંને ટીમોની પ્લેઈંગ-11

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

દિલ્હી કેપિટલ્સની ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલે રુસો, અક્ષર પટેલ, અમન ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટ કીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષાના.