×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : ચેન્નઈની 81 રન પર બીજી વિકેટ પડી, અજિંક્ય રહાણે 21 રન બનાવીને આઉટ


IPL 2023માં આજે બે મેચો રમાવાની છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ સીઝનની 49મી મેચ છે. આ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. IPLની 16મી સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે રમી રહી છે. બંને ટીમો માટે આજની મેચ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો છે. ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નથી જ્યારે મુંબઈની ટીમે બે ફેરફાર કર્યા છે.

CSK 5 ઓવરમાં 50/1

IPL 2023 Live Score

ચેન્નઈની બીજી વિકેટ પડી

ચેન્નઈ સુપર કિંગ્સની 81 રનના સ્કોર પર  બીજી વિકેટ પડી હતી. અજિંક્ય રહાણે 17 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 1 ચોગ્ગો અને 1 સિક્સર ફટકારી હતી. 

કોનવે અને રહાણેની જોરદાર બલ્લેબાજી

ડેવોન કોનવે અને અજિંક્ય રહાણે વચ્ચે સારી ભાગીદારી જોવા મળી રહી છે. આઠ ઓવર પુર્ણ કરતાં ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 73 રન છે.

પાવરપ્લે બાદ ચેન્નઈનો સ્કોર 55/1

140 રનનો ટાર્ગટ પુરો કરવા ચેન્નઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 55 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ 30 રન બનાવીને આઉટ થયો હતો. હવે રહાણે અને કોનવે મેદાનમાં જોવા મળી રહ્યા છે. બંને પોતાની ટીમને લક્ષ્ય પર પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાત ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 64 રન છે.

ચેન્નઈનો સ્કોર 50 રનથી વધુ

ચેન્નઈ સુપર કિંગ્સે એક વિકેટના નુકસાન પર 50 રન પાર કરી લીધા છે. અજિંક્ય રહાણે ડેવોન કોનવે સાથે ક્રિઝ પર છે. બંને ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે.

ચેન્નઈની પહેલી વિકેટ પડી

ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી વિકેટ 46 રનના સ્કોર પર પડી હતી. ઋતુરાજ ગાયકવાડ 16 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હવે અજિંક્ય રહાણે ડેવોન કોનવે સાથે ક્રિઝ પર છે.

ચેન્નઈની સારી શરૂઆત

140 રનના લક્ષ્યને પછાડવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ મેદાનમાં ઉતર્યા છે. બંને ઝડપથી રન બનાવી રહ્યા છે અને પોતાની ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે. 4 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર કોઈ પણ વિકેટના નુકશાન વગર 46 રન કર્યા છે. 

ચેન્નઈની બેટિંગ શરૂ

ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ શરૂ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 140 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

ચેન્નઈ સુપર કિંગ્સ

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (C/wk) દીપક ચહર, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થિક્ષિના.

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (C), ઈશાન કિશન (wk), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, અરશદ ખાન.