×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 LIVE : ગુજરાતની ખરાબ શરૂઆત, શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો



IPLની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  લખનઉ નજર આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા પર રહેશે. બીજી તરફ છેલ્લી મેચમાં રાજસ્થાન સામે હારેલી ગુજરાતની ટીમ જીતના ટ્રેક પર પરત ફરવા માંગશે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  

IPL-2023 Live Score

ગુજરાત ટાઇટન્સે પ્રથમ વિકેટ ગુમાવી

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ ચાર રનના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે. તેણે બે બોલમાં એકપણ રન કર્યા ન હતા.

ગુજરાત ટાઇટન્સે બેટિંગ શરુ

ગુજરાત ટાઈટન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. નવીન-ઉલ-હકે લખનૌ માટે પહેલી ઓવર કરી હતી. સાહા અને ગિલ પાવરપ્લેમાં ઝડપી રન બનાવીને તેમના કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવવા માંગશે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

લખનઉની ટીમ બોલિંગ કરશે

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નૂર અહેમદે ગુજરાત માટે ડેબ્યુ કર્યું છે. રાશિદ ખાને તેને ડેબ્યૂ કેપ પહેરાવી હતી.

બંને ટીમના પ્લેઇંગ-ઈલેવન

લખનઉ સુપર જાયન્ટ્સ

કેએલ રાહુલ (c), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (wk), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (c), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા.