×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 : રાજસ્થાનની ટીમ 118 રનમાં ઓલઆઉટ, રાશિદ ખાનની 3 વિકેટ, સંજુ સેમસનના 30 રન



IPL-2023માં 48મી લીગ મેચમાં આજે ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમ વચ્ચે ટક્કર શરુ થઈ ગઈ છે. અત્યારે  રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. રાજસ્થાન અને ગુજરાતની બંને ટીમો પોતાની અગાઉની મેચ હારી ચૂકી છે. આ સ્થિતિમાં બંને જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી ગઈ. રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનની ટીમ 118 રનમાં આલઆઉટ, રાશિદ ખાનની 3 વિકેટ, સંજુ સેમસનના 30 રન

રાજસ્થાન રોયલ્સ 112 રનને 9 વિકેટ ગુમાવી, મોહમ્મદ શમીએ ટ્રેન્ટ બોલ્ટને આઉટ કર્યો

રાજસ્થાન રોયલ્સ 100 રનને પાર, ટ્રેન્ટ બોલ્ટ  અને એડમ ઝમ્પા મેદાનમાં

રાજસ્થાન રોયલ્સ 96 રનને 8 વિકેટ ગુમાવી, શિમરોન હેટમાયર 7 રને આઉટ

રાજસ્થાન રોયલ્સ 91 રનને 7 વિકેટ ગુમાવી, ધ્રુવ જુરેલ 13 રને આઉટ

રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન પરત, નૂર અહેમદે દેવદત્ત પડિકલને આઉટ કર્યો

રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રાશિદ ખાને અશ્વિનને બે રને કર્યો આઉટ 

રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, 60 રને ત્રીજી વિકેટ ગુમાવી

રાજસ્થાન રોયલ્સ 50 રનને પાર, સંજુ સેમસન અને દેવદત્ત પડિક્કલ મેદાનમાં

રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, 47  રને બીજી વિકેટ ગુમાવી, સંજુ સેમસન આઉટ 

રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, 11 રને એક વિકેટ ગુમાવી 

IPL-2023 Live Scorecard

રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરશે

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે ટીમમાં એક ફેરફાર કર્યો છે. જેસન હોલ્ડરની જગ્યાએ એડમ ઝમ્પા પરત ફર્યા છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

ગુજરાત ટાઇટન્સ:

રિદ્ધિમાન સાહા (વિકેટ), હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ.

રાજસ્થાન રોયલ્સ:

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c/wk), દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.