×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 : ગુજરાત-ચેન્નાઈની ફાઈનલ મેચમાં ધમાકેદાર વરસાદ, સ્ટેડિયમ પાસે પાણી ભરાયા

અમદાવાદ, તા.28 મે-2023, રવિવાર

IPL 2023ની સિઝનની આજે નિર્ણાયક ફાઈનલ મેચ રમાવાની છે. જોકે તે પહેલા અમદાવાદમાં ધમાકેદાર વરસાદ પડતા મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે. આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામ-સામે ટકરાશે. આજની મેચમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિજેતા બનશે તો તેઓ પાંચમી વખત IPL ટ્રોફી જીતશે અને મુંબઈ ઈન્ડિયન્સની બરોબરી કરશે. જ્યારે ગુજરાતની ટીમને સતત બીજા વર્ષે ટાઈટલ જીતવાની આશા છે. તો એમ.એસ.ધોની આજે તેની IPL કેરિયરની 250મી મેચ રમતાં જ મોટો રેકોર્ડ સર્જશે. IPL કેરિયરમાં સૌથી વધુ મેચો રમનાર ધોની પ્રથમ ખેલાડી બનશે. દરમિયાન આજની મેચ સમાપ્ત થયા બાદ ક્લોઝિંગ સેરમની યોજાશે.

IPL-2023 Live Scorecard

Live Update : 

•  ગુજરાત-ચેન્નાઈની મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ મોડી શરૂ થશે

• IPLની ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં જોરદાર વરસાદ

ધોની તેના કરિયરમાં અત્યાર સુધી 249 IPL મેચ રમી ચુક્યો છે

આ સાથે IPLના ઈતિહાસમાં એક એવો અદ્ભુત રેકોર્ડ બની ગયો છે જે આજ સુધી બન્યો ન હતો. આ રેકોર્ડ આ સીઝનની લીગની શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. ધોની તેના કરિયરમાં અત્યાર સુધી 249 IPL મેચ રમી ચુક્યો છે. જ્યારે આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 243 મેચ સાથે બીજા નંબર પર છે.

ક્રિકેટરો પર કરોડો રૂપિયાનો વરસાદ કરતી IPL કેવી રીતે કરે છે કમાણી ? ક્યાંથી આવે છે અધધધ... રૂપિયા, જાણો વિગત

ધોનીની કેપ્ટનશીપમાં 10મી ફાઈનલમાં રમશે ચેન્નઈ 

ચેન્નઈ સુપર કિંગ આઈપીએલમાં અત્યાર સુધી ધોનીની કેપ્ટનશીપમાં 9 વખત ફાઈનલ રમી ચુક્યો છે. જેમા ટીમે 4 માં જીત મેળવી ટાઇટલ જીત્યું હતું અને 5 ટાઇટલ મેચ હારી હતી. આજે સીએસકે ધોનીની કેપ્ટનશીપમાં 10મી વખત ફાઈનલ મુકાબલો જામશે. જો ચેન્નઈ આ મેચ જીતી લે છે તો સૌથી વધારે 5 રેકોર્ડ જીતવામાં મુંબઈ ઈન્ડિયનની બરાબરી કરી લેશે. ચેન્નઈ અત્યાર સુધી 4 ટ્રોફી જીતી ચુક્યુ છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો