×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2022માં કોરોનાની એન્ટ્રી : દિલ્હી કેપિટલ્સના સ્કવોડમાં નોંધાયો પ્રથમ કેસ


તા.15 એપ્રિલ 2022,શુક્રવાર

ભારતમાં કોરોનાનો ઓછાયો ફરી વર્તાઈ રહ્યો છે. એક્ટિવ કેસ લોડમાં વધારો થવાની સાથે અમુક રાજ્યોમાં કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશ હાલ ક્રિકેટના રંગમાં રંગાયેલો છે. આઈપીએલનો ફિવર ચોતરફ ફેલાયેલો છે. જોકે હવે આઈપીએલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે.

દિલ્હી કેપિટલ્સના સ્કવોડમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. દિલ્હી કેપિટલના ફિઝિયો કોરોના સંક્રમિત થયા છે. અહેવાલ અનુસાર પેટ્રિક ફરહાર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે.

IPLએ સત્તાવાર રિલીઝમાં જણાવાયું કે ખેલાડીઓ કોરોના રીપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. ટીમ આજે સાંજે 5 વાગ્યે પ્રેક્ટિસ માટે જવાની હતી પરંતુ ખેલાડીઓને હાલ હોટલમાં જ રોકાવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હી કેપિટલ્સનો આગામી મુકાબલો શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે.

ફરહાર્ટે ઓગસ્ટ, 2015થી જુલાઈ,2019 સુધી ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યાં છે. 2019 ICC વર્લ્ડ કપ પહેલાં તેમણે આ સર્વિસ છોડી દીધી હતી.

સમગ્ર દેશમાં કોરોના ધીમે ધીમે વધી રહ્યો છે. બે મહિના લાંબા IPL દરમિયાન કોરોનાનો ખતરો વધ્યો છે. ગત વર્ષે ટૂર્નામેન્ટને મે મહિનામાં બીજી લહેરને કારણે સ્થગિત કરવી પડી હતી અને બાદમાં યુએઈમાં તે સીરિઝ પૂર્ણ કરાઈ હતી.

BCCI કોવિડ-19ના ખતરાને ઘટાડવા માટે મહારાષ્ટ્રના ચાર સ્ટેડિયમમાં પ્રીમિયર T20 ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. જોકે પ્લે-ઓફ રાજ્યની બહાર રમાય તેવી અપેક્ષા છે જેના માટે અમદાવાદ બેસ્ટ પ્લેસ બની શકે છે.