×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL મીડિયા રાઈટ્સનો જંગ : શરૂઆત પહેલાં જ એમાઝોનની પીછેહઠ

અમદાવાદ,તા. 10 જુન 2022,શુક્રવાર

ભારતની સૌથી મોટી રિટેલ ચેઈન બ્રાંડ બિગ બજારને ખરીદવા માટે ભારત અને ભારતની બહાર મસમોટી કાનૂની જંગ લડી રહેલ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ અને જેફ બેઝોસની એમાઝોન વચ્ચે વધુ એક સોદા માટે તીવ્ર હરિફાઈના એંધાણ હતા પરંતુ તાજેતરના અહેવાલ અનુસાર એમાઝોને સ્પર્ધાની શરૂઆત પહેલાં જ પીછેહઠ કરતા આઈપીએલના મીડિયા રાઈટ્સની લડાઈનું બાળમરણ થયું લાગે છે.

વિશ્વની સૌથી મોટી T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્સ ખરીદવા માટે આ રવિવારે હરાજી બોલાવાની છે. આ મીડિયા રાઈટ્સ ખરીદવા વર્તમાન હોલ્ડર ડિઝનીની સાથે સોની, એમાઝોન, રિલાયન્સ સહિતના ટોચના માંધાતાઓ વચ્ચે હરિફાઈની સંભાવના સેવાઈ રહી હતી. જોકે મળતા અહેવાલ અનુસાર Amazon ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચો માટેના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટેની આ સ્પર્ધામાંથી ખસી જવાની યોજના બનાવી રહી છે. એમાઝોનની એક્ઝિટ બાદ હવે આ સોદો ડિઝની પાસેથી હવે સીધો મુકેશ અંબાણીની રિલાયન્સને મળે તેવી સંભાવના છે.

IPL રાઈટ્સને આ વર્ષે 12 જૂને યોજાનારા ઓક્શનમાં અભૂતપૂર્વ 7.7 અબજ ડોલરની બોલી મળવાનો અંદાજ છે. જેફ બેઝોનના નેજા હેઠળની અમેરિક જાયન્ટ ઈ-કોમર્સ અને સ્ટ્રીમિંગ કંપની એમાઝોન શરૂઆત પહેલાં જ એક્ઝિટ લેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. એમેઝોને પહેલાથી જ ભારતમાં 6 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, ત્યારે લીગના ઓનલાઈન સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે વધુ ખર્ચ કરવાનો કોઈ બિઝનેસ પ્લાન બનતો નથી તેમ અધિકારીઓનું માનવું છે.

બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે એમેઝોન ભવિષ્યના બિઝનેસ પ્લાન હેઠળ અડધા ડઝનથી વધુ ગ્લોબલ સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝીસમાં આઇપીએલની ઓળખ કરી હતી. શરૂઆતી તબક્કામાં એમાઝોન આ હરિફાઈમાં સૌથી મોટી દાવેદાર હતી અને રિલાયન્સને એકમાત્ર હંફાવનાર કંપની હતી પરંતુ તેના બોલી પૂર્વે જ એક્ઝિટના આ નિર્ણયે બજાર માંધાતાઓમાં અનેક શંકા-કુશંકા ઉપજાવી છે. એમાઝોને તાજેતરમાં જ યુરોપિન સોકરના મીડિયા રાઈટ્સ લાખો ડોલરની બોલી સાથે જીત્યાં હતા છે અને 2033 સુધી યુએસમાં ગુરુવારે રાત્રે ફૂટબોલનું પ્રસારણ કરવા માટે 1 અબજ ડોલર પ્રતિ સિઝનમાં સોદો કર્યો છે.

જોએ આઈપીએલ અમુક સપ્તાહની જ ટૂર્નામેન્ટ છે તે બાબત પર પણ એમાઝોને વિચાર કર્યો હોઇ શકે છે કારણકે આઈપીએલ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં યોજાય છે. દસ ટીમો વચ્ચે યોજાતી આ અંદાજે 3 કલાકની આ રમતને 50 કરોડ આસપાસ દર્શકો ઓનલાઈન જોવે છે.

એમાઝોનની સંભવિત એક્ઝિટ બાદ પણ આ સ્પર્ધામાં અંબાણીની રિલાયન્સને ડિઝની અને સોની ગ્રૂપ કોર્પ તરફથી હરિફાઈ મળી શકે છે. 

વર્ષ 2020 માટેના આંકલન અનુસાર IPLનું મૂલ્ય આશરે 5.9 અબજ ડોલર હતુ. ડફ એન્ડ ફેલ્પ્સ જે હવે ક્રોલ તરીકે ઓળખાય છે તેમના રિપોર્ટમાં આ વેલ્યુએશન આંકવામાં આવ્યું હતુ. જોકે હવે આ વેલ્યુએશન ટીમ અને મેચો વધતા અંદાજે 25% જેટલું વધ્યું હોઇ શક મપા. બીસીસીઆઈના અંદાજ અનુસાર આઈપીએલનું વેલ્યુએશન 7 અબજ ડોલરથી વધુ છે.