×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind Vs Pak Asia Cup: ભારત સામે 'કાળી પટ્ટી' બાંધીને મેદાનમાં ઉતરશે પાકિસ્તાની ટીમ


- એશિયા કપ પ્રથમ વખત 1984માં આયોજિત કરવામાં આવ્યો હતો

દુબઈ, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

એશિયા કપ 2022ની બીજી મેચ આજે રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે 7:30 વાગ્યે રમાશે.

આ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ 'કાળી પટ્ટી' બાંધીને મેદાનમાં ઉતરશે. ટીમે આ નિર્ણય પાકિસ્તાનમાં પૂરના કારણે જીવ ગુમાવનારા અને પીડિતોને સપોર્ટ કરવા માટે કર્યો છે. આ વાત પાકિસ્તાની બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી.

સત્તાવાર નિવેદનમાં આપી આ જાણકારી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર નિવેદન આપ્યું હતું તેમાં કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે તેની પ્રથમ મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને રમશે. પાકિસ્તાનમાં પૂર પીડિતોના સપોર્ટ માટે આ કરવામાં આવશે.

વધુ વાંચો: Ind Vs Pak Asia Cup 2022: માણો સોશિયલ મીડિયામાં વાયરલ મજા આવી જાય તેવા મીમ્સ

બાબરે પણ પૂર પીડિતો માટે દુઆ કરી

મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે વાત કરી હતી. તેમણે લોકોને પૂર પીડિતોની મદદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે, અમારા દેશ માટે આ મુશ્કેલ સમય છે. અમે તમામ પૂર પીડિતો માટે દુઆ કરી રહ્યા છે.

વધુ વાંચો: પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો

પૂરમાં 1,000થી વધુ લોકોના મોત

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. જેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્રણેય પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે.

ભારતે સૌથી વધુ 7 વખત જીત્યો એશિયા કપ

એશિયા કપ પ્રથમ વખત 1984માં આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતે સૌથી વધુ 7 વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. બીજી સફળ ટીમ શ્રીલંકા છે જે 5 વખત ચેમ્પિયન રહી છે. પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે બે અલગ-અલગ ફોર્મેટ (ODI અને T20)માં એશિયા કપ જીત્યો છે. આ વખતે પણ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જેમાં એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.

વધુ વાંચો: ગ્રુપમાં ભારત-પાક એશિયા કપ મેચ જોશે તો થશે રૂ. 5,000નો દંડ, વિદ્યાર્થીઓને આદેશ