×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND vs NZ : અમદાવાદમાં આજે સિરીઝ ડિસાઈડર મેચ, ભારત બે વર્ષથી T20 સિરીઝ હાર્યુ નથી

Image : Twitter

અમદાવાદ, 01 ફેબ્રુઆરી 2023, બુધવાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચની આ શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબર છે. આ સ્થિતિમાં આજે જે ટીમ મેચ જીતશે તે શ્રેણી પણ તેના નામે કરશે.

ટીમ ઈન્ડિયા બે વર્ષથી T20 સિરીઝ હારી નથી

ભારતીય ટીમ છેલ્લા બે વર્ષથી એકપણ ટી20 સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લે જુલાઈ 2021માં શ્રીલંકા દ્વારા તેમના ઘરે T20 શ્રેણીમાં પરાજય મળ્યો હતો. શ્રીલંકાએ ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

પિચ રિપોર્ટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટ્સમેનોને ખુબ ફાયદો મળ્યો છે. અહીં રમાયેલી 6 મેચની 12 ઇનિંગ્સમાં 10 વખત 150+ રન બનાવ્યા છે. આમાં 5 વખત ટીમોએ 180+નો સ્કોર પાર કર્યો છે. અહીં સૌથી વધુ સ્કોર 224 રનનો રહ્યો છે.  બેટ્સમેનોની મદદરૂપ વિકેટ પર આજે રમાનારી મેચમાં રનનો વરસાદ થઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન 

ઈશાન કિશન (wk), શુભમન ગિલ/પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), વોશિંગ્ટન સુંદર, દીપક હુડા, ઉમરાન મલિક/શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ડ્વેન કોનવે (wk), ફિન એલન, માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (c), માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, લોરી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને જેકબ ડફી.