×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind vs Eng: લૉર્ડ્સમાં ગરજ્યું રાહુલનું બેટ, આવું કરનારા 10મા ભારતીય


- રાહુલ લૉર્ડ્સ ખાતે સદી ફટકારનારા 10મો ભારતીય બેટ્સમેન

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ, 2021, શુક્રવાર

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ધાંસુ બેટ્સમેન કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. રાહુલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. તેણે લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સદી ફટકારી હતી. રાહુલની કરિયરની આ છઠ્ઠી સદી છે. 

લૉર્ડ્સ ખાતે 7 વર્ષ બાદ કોઈ ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. 2014માં અજિંક્ય રહાણેએ યજમાન ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. રાહુલ લૉર્ડ્સ ખાતે સદી ફટકારનારા 10મા ભારતીય બેટ્સમેન છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પોતાની બીજી સદી 212 બોલમાં પૂરી કરી હતી. તે ઈંગ્લેન્ડના પેસ બોલિંગ એટેક સામે શરૂઆતથી જ સહજ જણાયો હતો. જેમ્સ એન્ડરસન અને ઓલી રૉબિન્સન જેવા બોલર્સનો સામનો કરવામાં તેને કોઈ મુશ્કેલી નહોતી પડી.

ખાસ વાત એ પણ છે કે, રાહુલ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2021-23 ચક્રમાં સદી ફટકારનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. કેએલ રાહુલ હવે રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ બાદ ઓવલ અને લૉર્ડ્સ (બંને લંડનના)માં ટેસ્ટમાં 100 રન બનાવનારો ત્રીજો ભારતીય બની ગયો છે. મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો જેથી રોહિત શર્મા અને કેએલ રાહુલ ખોટા સાબિત થયા હતા. બંનેએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી.