×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind vs Eng: મેચના પહેલા દિવસના અંતે ભારત 99/3, રોહિત શર્મા 57 પર અણનમ


- ગૃહ મંત્રી અમિત શાહે કરી બંને ટિમો સાથે મુલાકાત

અમદાવાદ, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર

  • ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની આજે ત્રીજી મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડને બેકફુટ પર રાખ્યું. પહેલા અક્ષર પટેલની શાનદાર બોલીંગની મદદથી ઈંગ્લેન્ડને 112 રન પર સમેટી લીધું અને તે બાદ રોહિત શર્માની અર્ધી સદીની મદદથી પહેલા દિવસના અંતે ભારતીય ટીમ ત્રણ વિકેટની નુંકસાન પર 99 રન બનાવી લીધાં છે. ક્રિઝ પર રોહીત શર્મા અને અજિંક્ય રહાણે છે. 
  • ઈંગ્લેન્ડ સામેની મેચમાં ડિનર બ્રેક સુધીમાં ભારતને 5 રન બનાવ્યા. જેમાં રોહીત શર્મા 5 રન અને શુભમન ગીલ 0 રન પર રમી રહ્યાં હતા. ડિનર બાદ ભારતે 12 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 22 રન બનાવ્યા. જેમાં રોહિત શર્માના 12 અને શુભમન ગીલના 10 રન પર રમી રહ્યાં છે.
  • અમદાવાદ ખાતે રમાય રહેલી ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ ટૂર્નામેેન્ટની પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 112 રનમાં ઓલઆઉટ થયું છે. ઈંગ્લેન્ડ તરફથી ક્રાઉલીએ સૌથી વધારે 53 રન બનાવ્યા જ્યારે ભારત તરફથી સૌથી વધારે અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી. તેમજ એ સિવાય અશ્વિનને 3 અને ઈશાંતને એક સફળતા મળી.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસતે થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટની શરૂઆત થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ પિન્ક બોલ વડે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ છે.

ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી:
ભારતમાં તો આ હજી બીજી જ પિન્ક બોલ ડે-નાઇટ ટેસ્ટ છે. અગાઉ ઇડન ગાર્ડન પર ભારત-બાંગ્લાદેશ સામે ૨૦૧૯માં પિન્ક બોલ સાથે ડે-નાઇટ ટેસ્ટ રમ્યું હતું અને જીત્યું હતું.પિન્ક બોલ વડે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધીમાં રમાયેલી ૧૫ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોએ ૨૪.૪૭ની સરેરાશે ૩૫૪ અને સ્પિનરોએ ૩૫.૩૮ની સરેરાશે ૧૧૫ વિકેટ ઝડપી છે.

ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન:
ડોમિનિક સિબ્લી, જેક ક્રોલી, જોની બેરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન

ઇન્ડિયન પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝ હાલમાં ૧-૧થી બરોબરી પર છે. અને ઈંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈ થવા બાકીની બંને ટેસ્ટ જીતવી પડે તેમ છે. તેની સામે વિરાટ કોહલીની ટીમનું કામ થોડું સરળ છે. તેણે ત્રીજી ટેસ્ટ જીતવા ઉપરાંત ચોથી ટેસ્ટ ફક્ત ડ્રો જ કાઢવી પડશે અને તેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રવેશ સુનિશ્ચિત થઈ જશે…. ન્યૂઝીલેન્ડે આ વર્ષે લોર્ડસમાં રમાનારી ટેસ્ટ માટે ટોચની ટીમ તરીકે તેનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ છે.

પિન્ક બોલ કોને ફાયદો કરાવશે, ભારતને કે ઇંગ્લેન્ડને

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ પિન્ક બોલ વડે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ છે. વિશ્વમાં અત્યાર સુધી 15 ડે-નાઇટ પિન્ક બોલ ટેસ્ટ રમાઈ ચૂકી છે અને ભારતમાં તો આ હજી બીજી જ પિન્ક બોલ ડે-નાઇટ ટેસ્ટ રમાય છે. મોટેરા પરની મેચ પૂર્વે ભારત ઇડન ગાર્ડન પર બાંગ્લાદેશ સામે 2019માં પિન્ક બોલ સાથે ડે-નાઇટ ટેસ્ટ રમ્યું હતું અને જીત્યું હતું.

પિન્ક બોલ વડે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધીમાં રમાયેલી 15 ટેસ્ટમાં ફાસ્ટ બોલરોએ 24.47ની સરેરાશે 354 અને સ્પિનરોએ 35.38ની સરેરાશે 115 વિકેટ ઝડપી છે. આમ આંકડા તો સીમ બોલરો માટેની પીચ ગણાવે છે.

છતાં પણ મોટેરાના સ્ટેડિયમ પર પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટ પિન્ક બોલ વડે રમાતી હોવાથી તે કેવી રીતે વર્તે છે તે જોવાનું મહત્ત્વનું રહેશે. ઇડન ગાર્ડન પર પિન્ક બોલ વડે રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની બંને ઇનિંગ્સમાં થઈને અશ્વિન અને જાડેજાએ કુલ સાત ઓવર જ ફેંકી હતી. જો કે આ મેચમાં પીચ ક્યુરેટરોએ પીચ પર થોડું ઘાસ છોડયું હતું, જેથી બોલ લાંબા સમય સુધી ચળકાટ જાળવે. તેની સામે મોટેરામાં આ પ્રકારની સંભાવના ઓછી છે.