×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND vs ENG : ચોથી ટી-20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું, સીરીઝ 2-2થી બરાબર થઇ

અમદાવાદ, તા. 18 માર્ચ 2021, ગુરુવાર

ભારતે ઇંગ્લેન્ડને ટી-20 સીરીઝના ચોથી મેચમાં 8 રનોથી હરાવી દીધું છે. ભારતની આ જીત સાથે જ પાંચ મેચોના સીરીઝ 2-2ના સ્કોર સાથે બરાબર થઇ ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ કરવાનો વસર આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા. 

જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીન 7 વિકેટના નુકસાન પર 177 રન જ બનાવી શકી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથા વધારે ત્રણ વિકેટ લીધા છે. તો હાર્દિક પાંડ્યા અને ચાહરે 2-2 વિકેટ લીધા હતા. આજની મેચની અંદર સૂર્યકુમાર યાદવે શાનદાર બેટીંગ કરી. સૂર્યકુમાર યાદવ વિવાદિત રીતે આઉટ થયા તે પહેલા તેણે 31 બોલમાં 57 રન બનાવ્યા. જેમાં છ છક્કા અને ત્રણ ચોક્કા સામેલ છે.

આ સિવાય શ્રેયસ અય્યર (18 બોલ પર 37 રન) અને ઋષભ પંત (3 બોલમાં 30 રન) બનાવ્યા. ઇંગ્લેન્ડની ટીમ તરફથી આર્ચર સૌથી વધારે સફળ બોલર રહ્યા. તેમણે 33 રન આપીને ચાર વિકેટ લીધા હતા.  રોહિત શર્માએ આ મેચની અંદર પોતાના ટી -20 મેચના કરીઅરના 9000 રન પુરા કર્યા.