×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND vs BAN : ઈશાન કિશને ફટકારી ફાસ્ટેસ્ટ બેવડી સદી, કોહલીએ ફટકારી સદી

અમદાવાદ, 10 ડિસેમ્બર 2022, શનિવાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા મેચમાં ઈશાન કિશનની ફાસ્ટેડ બેવડી સદી બાદ હવે વિરાટ કોહલીએ પણ સદી પુરી કરી છે. તો વિરાટ કોહલીએ પણ 85 બોલમાં ફાસ્ટેડ 100 રન ફટકારી સદી પુરી કરી હતી. આ સાથે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 27 અને વનડે ક્રિકેટમાં 44 સદી થઈ ગઈ છે જયારે ટી20 ક્રિકેટમાં એક સદી થઈને કુલ 72 સદી છે. હવે સચિનના સો આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડથી તે માત્ર 28 સદી જ દૂર છે. 

ઈશાન કિશને વનડેમાં ટી20ની જેમ રમી ફક્ત 126 બોલમાં જ ફાસ્ટેડ બેવડી સદી ફટકારી દીધી છે. આ મેચમાં ઇશન કિશને 23 ચોકા અને નવ છક્કાની મદદથી બેવડી સદી પુરી કરી હતી. આજે ત્રીજા વનડેમાં ભારત તરફથી રોહિત શર્માના સ્થાને કે.એલ. રાહુલ કેપ્ટ્નશીપ કરી રહ્યો છે. ભારતે શરૂઆતના પહેલા જ બે વનડે ગુમાવીને સીરીઝ હારી ચુક્યા છે ત્યારે હવે ત્રીજા વનડેમાં ભારત શાખ બચાવવા માટે રમી રહી છે. કેપ્ટ્ન રોહિત શર્માએ ઇજાના કારણે ત્રીજો વનડે ગુમાવ્યો છે.

આજે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈશાન કિશન 131 બોલમાં 10 સિક્સ અને 24 ફોર ફટકારી 210 રન બનાવી આઉટ થઈ ગયો હતો, તો વિરાટ કોહલી 91 બોલમાં બે સિક્સ અને 11 ફોર ફટકારી 113 રન બનાવી આઉટ થયો હતો.

ભારત તરફથી વધુ એક બેવડી સદી
આ પહેલા વનડે ક્રિકેટમાં ભારતના સચિન તેંડુલકરે સૌ પ્રથમ બેવડી સદી ફટકારી હતી ત્યાર બાદ વીરેન્દ્ર સેહવાગે બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ વિશ્વ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. હવે આ લિસ્ટમાં ઇશન કિશનનું નામ પણ સામેલ થઈ ગયું છે અને ભારત તરફથી વનડેમાં બેવડી સદી ફટકારવામાં ચોથો અને વિશ્વનો 7મો ક્રિકેટર બન્યો છે. 

આ અગાઉ વિશ્વના આ ક્રિકેટરોએ વનડેમાં બેવડી સદી ફટકારી હતી
- સચિન તેંડુલકર
- વીરેન્દ્ર સેહવાગ
- રોહિત શર્મા
- માર્ટિન ગુપ્ટિલ
- ક્રિસ ગેઈલ
- ફખર ઝમાન