×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IMC 2022: PM મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડેમો ઝોનમાં પોતે પણ લીધો અનુભવ


- પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો વિસ્તાર કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)નું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની છઠ્ઠી એડિશન છે અને 4 ઓક્ટોબર સુધી ચાલું રહેશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે આ પ્રસંગે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. 

ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ 5G નેટવર્ક સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ તેમને 5G સર્વિસ અંગે જાણકારી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશમાં દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં 5G સેવા શરૂ થઈ જશે તેમ જાહેર કરેલું હતું. જ્યારે ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક રાજ્યોમાં 5G સર્વિસ ઉપલબ્ધ થઈ જશે. 

આ દરમિયાન વડાપ્રધાને પ્રગતિ મેદાનમાં પર્દર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. 5G ટેલિકોમ સર્વિસ સીમલેસ કવરેજ, હાઈ ડેટા રેટ આપશે. દેશના 3 દિગ્ગજ ટેલિકોમ ઓપરેટર્સે ભારતમાં 5G ટેક્નોલોજીની ક્ષમતા દેખાડવા માટે વડાપ્રધાન સમક્ષ એક-એક યુઝ કેસ પણ રજૂ કર્યા હતા. 

તેમણે એરટેલ, જિયો અને Vi કંપનીઓના સ્ટોલની વિઝિટ કરી હતી અને નવી ટેક્નોલોજીનો ડેમો લીધો હતો. તેમણે મેડિકલ ક્ષેત્રે 5Gના કારણે શું સુવિધાઓ મળશે તેની માહિતી મેળવી હતી અને કઈ રીતે ડિફેન્સ અને કૃષિ સેક્ટરમાં 5G બાદ પરિવર્તન આવશે તેનો ડેમો મેળવ્યો હતો.  

વડાપ્રધાને 'જિયો ગ્લાસ' પહેરીને પોતે અનુભવ મેળવ્યો હતો અને યુવા જિયો એન્જિનિયર્સની ટીમે તેમને એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નોલોજીના સ્વદેશી વિકાસ વિશે માહિતી આપી હતી. 


આજથી 13 શહેરોમાં પ્રારંભ

પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો વિસ્તાર કરવામાં આવશે. આ 13 શહેરોમાં અમદાવાદ, બેંગલુરૂ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, પુણે, દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. 

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં સૌથી પહેલા જિયો 5G લોન્ચ કરશે તેમ જણાવ્યું હતું. 2023 સુધીમાં આ ટેક્નોલોજી દેશની ગલી-ગલીમાં પહોંચી જશે. આ સાથે જ અંબાણીએ 5Gની કિંમત પરવડે તેવી હશે અને સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે તેમ જણાવ્યું હતું. આજથી એરટેલનું 5G નેટવર્ક દેશના દિલ્હી, બેંગલુરૂ જેવા 8 પ્રમુખ શહેરોમાં શરૂ થશે.