×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IIT દિલ્હી હવે અબુ ધાબીમાં કેમ્પસ ખોલશે, UAEમાં PM મોદીની હાજરીમાં MOU પર હસ્તાક્ષર


શિક્ષણ મંત્રાલય અને અબુ ધાબીના શિક્ષણ અને જ્ઞાન વિભાગ (ADEK) એ ખાડી દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કેમ્પસ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

IIT દિલ્હી બીજી IIT બની 

આ પગલું IITને વૈશ્વિક બનાવવાના અભિયાનનો એક ભાગ છે. IIT દિલ્હી બીજી IIT છે, જેણે દેશની બહાર કેમ્પસ સ્થાપવાની જાહેરાત કરી છે. અગાઉ IIT મદ્રાસે ગયા અઠવાડિયે તાંઝાનિયાના ઝાંઝીબારમાં તેનું કેમ્પસ સ્થાપવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરી માહિતી આપી 

આ માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કર્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં IIT દિલ્હીના અબુ ધાબી કેમ્પસની સ્થાપના માટેના એમઓયુ પર હસ્તાક્ષર સાથે ભારતીય શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણમાં એક નવો અધ્યાય શરૂ થશે."