×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Hinnamnor: પવનની 240 કિમીની ઝડપ સાથે વિશ્વનું સૌથી પ્રચંડ વાવાઝોડું ચીન, જાપાન તરફ


-70 વર્ષમાં બીજીવાર આટલું શક્તિશાળી વાવાઝોડુ

નવી દિલ્હી,તા. 1 સપ્ટેમ્બર 2022, ગુરુવાર

વિશ્વએ 2022ના સૌથી શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. આ વાવાઝોડાથી સૌથી વધુ ખતરો ચીન અને જાપાનને છે. આ વાવાઝોડુ પૂર્વ ચીન સાગરના કિનારે અને જાપાનના દક્ષિણ ભાગને સૌથી વધુ નુકશાન પહોંચાવશે. 



-પહેલુ વાવાઝોડુ 1961માં અને બીજુ 1997માં આવ્યુ હતુ

-હિનામનોર ઓગસ્ટ 2022માં આવનાર સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી વાવાઝોડુ 

US જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટર (JTCW) અનુસાર, સુપર ટાયફૂન હિનામનોર લગભગ 257 કિમી/કલાકની ઝડપ હતી. હવે આ વાવાઝોડાની ઝડપ 313 KM/H છે. જેના કારણે મોજાઓની ઉંચાઈ 15 મીટર સુધી પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં તેની ઝડપ ઘટવાની સંભાવના છે. 

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની ઝડપ જાણવા મળી છે. તે મુજબ, હિનામનોર ઓગસ્ટ 2022માં આવનાર સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી વાવાઝોડુ છે. 

બુધવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ, તોફાન જાપાનના ઓકિનાવાથી 230 કિમી પૂર્વમાં હતું. તે ઉત્તર-પૂર્વમાં ર્યુકયુ ટાપુ તરફ આગળ વધવાની વધુ શક્યતાઓ દેખાઇ રહી છે. 

આ વાવાઝોડું નબળું પડી શકે છે

US JTWC ના જણાવ્યા અનુસાર સુપર ટાયફૂન વાવાઝોડાની ગતિ આગામી દિવસોમાં નબળી પડી શકે છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના વડા ફિલ ક્લોટ્ઝબેચે કહ્યું- અમારી પાસે ઘણા વર્ષોનો રેકોર્ડ છે. 70થી વધુ વર્ષોમાં માત્ર બે વાર જ ઓગસ્ટમાં આટલું શક્તિશાળી વાવાઝોડુ આવ્યું છે. પહેલું વાવાઝોડું 1961માં અને બીજું 1997માં આવ્યું હતું, પરંતુ તે હિનામનોર જેટલું મજબૂત નહોતું.