×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Himachal Assembly Election: હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન શરૂ


- રાજ્યમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે

- હિમાચલની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે

શિમલા, તા. 12 નવેમ્બર 2022, શનિવાર

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો માટે આજે 12 નવેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાન સવારે 8:00 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. આ વખતે રાજ્યના 55,92,828 મતદારોના ભાવિ આજે EVMમાં કેદ થશે. ચૂંટણી જંગમાં ઉતરેલા 412 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે. જેમાં 24 મહિલાઓનો સામેલ છે. હિમાચલની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

હિમાચલ પ્રદેશમાં 67,559 સેવા મતદારો, 22 વિદેશી ભારતીય મતદારો અને 55,25,247 સામાન્ય મતદારો છે. રાજ્યમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. જેમાં 28,54,945 મહિલાઓ, 27,37,845 પુરૂષો અને 38 થર્ડ ઝેંડર મતદારો છે. પાસપોર્ટની વિગતો મુજબ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ મતદાર યાદીમાં સમાવિષ્ટ વિદેશી મતદારોએ મતદાન માટે અસલ પાસપોર્ટ બતાવવો પડશે.

હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, હિમાચલના તમામ લોકો આજે મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ બધા આજે મતદાન કરશે અને હિમાચલ પ્રદેશમાં નવી સરકાર બનાવવામાં મદદ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને મારું નિવેદન છે કે, લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, આજે મતદાન છે અને હું તમામ મતદારોને કહેવા માંગુ છું કે, તમારે મતદાન કરવા જવું જ જોઈએ જેથી આપણે લોકશાહીને વધુ મજબૂતી આપી શકીએ. મને ખાતરી છે કે, આ વખતે જનતા સરકારને પાછી લાવવાનો ઈરાદો ધરાવે છે અને અમે આમાં ચોક્કસપણે સફળ થઈશું.