×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Heat Wave: સમજો આ વર્ષે આટલી ગરમી કેમ પડી રહી છે?

અમદાવાદ તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર

ભારતમાં અત્યારે મોટાભાગના રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા અતિ ગંભીર ગરમી પ્રકોપ (Severe Heat Wave) કે પ્રકોપ (Heat Wave)ની ચેતવણી આપી છે. માર્ચ મહિનાથી શરૂ થયેલી આ ગરમી હજુ પણ ઘટે એવા કોઈ આસાર નથી. માર્ચ મહિનો દેશમાં માટે વર્ષ 1901 પછીનો સૌથી ઉચા તાપમાન સાથેનો મહિનો રહ્યો હતો. આવી જ રીતે એપ્રિલ મહિનો પણ છેલ્લા એક દાયકામાં સૌથી ગરમ વાતાવરણ લઇને આવ્યો છે. કેલેન્ડર અનુસાર મે મહિનામાં સામાન્ય રીતે હંમેશા ગરમી વધારે પડે છે એટલે હજુ જૂન મહિનામાં વરસાદનું આગમન થાય એ પહેલા ગરમી સહન કરવાની બાકી છે.

તાપમાન વધી રહ્યું હોવાથી વીજળીની માંગ વધી છે. કેટલાક સ્થળોએ ગરમીના કારણે પાવર ગ્રીડમાં તકલીફ પડી રહી છે, ક્યાંક એરકંડીશનર મશીનમાં તકલીફ ઉભી થઇ રહી છે.

આટલી ભયંકર ગરમી કેમ પડી રહી છે તે સમજવું જરૂરી છે. વાંચકોનીસમજ માટે અહી કારણો આપેલા છે.

1. પ્રિમોન્સુન એક્તીવીટીનો અભાવ: 

દર વર્ષે ચોમાસાનું સત્તાવાર આગમન જૂન મહિનાના પ્રથમ સપ્તાહ આસપાસ થાય છે. પણ, પ્રિમોન્સુન એક્ટીવીટી માર્ચના ત્રીજા સપ્તાહથી મે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી જોવા મળે છે. આવા કેસમાં ઉત્તર ભારતના ઠંડા પવન અને અરબ સમુદ્રના ગરમ પવનના કારણે મધ્ય ભારત – ખાસકરી મધ્ય પ્રદેશ, વિદર્ભમાં વરસાદી તોફાન જોવા મળે છે. આ વર્ષે આવી એક પણ સીસ્ટમ ડેવલપ થઇ નથી. માત્ર રાજસ્થાનમાં એક દિવસ અને મધ્ય પ્રદેશમાં એક દિવસ આવી સીસ્ટમ જોવા મળી હતી. પ્રિ મોન્સુન સીસ્ટમ બને તો આસપાસના વિસ્તારમાં થોડી ઠંડી હવા જોવા મળે છે અને તેના પ્રભાવથી તાપમાન ઘટેલું જોવા મળે છે. 

2. ઉત્તર ભારતમાં ઠંડા પવનનો અભાવ:

સામાન્ય રીતે પાકિસ્તાન અને ઉત્તર ભારત – હિમાલય પર્વતમાળામાં વરસાદ કે ઠંડા પવનના તોફાન જોવા મળે છે. ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી આ ઠંડા પવનનો પ્રભાવ રહે છે અને તેના કારણે હવામાન સુકું રહે કે તાપમાન નીચા રહે છે. આ વર્ષે ઠંડા પવન ઉભી કરતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીસ્ટમ ભાગ્યે જ જોવા મળી હોવાથી તેની અસર નહિવત છે અને તેના કારણે સમગ્ર દેશમાં તાપમાન ઊંચા જોવા મળી રહ્યા છે.

3. ગ્લોબલ વોર્મિંગ

સમગ્રવિશ્વના હવામાન ઉપર ક્લાયમેટ ચેન્જ (જળવાયું પરિવર્તન) અને ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. ઉદ્યોગો, પ્રદુષણ, વન્ય સંપત્તિનું નિકંદન કાઢી નાખ્યું હોવાથી દુનિયામાં વધુને વધુ ગરમી જોવા મળી રહી છે. ભારતમાં પણ તાપમાન વધી રહ્યા છે.

અહી છેલ્લા 100 વર્ષના સામાન્ય તાપમાન સામે વાસ્તવિક તાપમાનમાં કેટલી વધઘટ જોવા મળી છે તે દર્શાવવામાં આવ્યું છે. ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્રના આ ચરત અનુસાર વર્ષ 2011 પછી સમગ્ર દેશમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા સતત વધી રહ્યા છે. અગાઉના વર્ષોમાં તાપમાન સામાન્ય કરતા નરમ રહેતા કે નીચે હતા એટલે ગરમીનો અનુભવ ઓછો થતો હતો પણ હવે તાપમાન સતત ઊંચા રહે છે અને તેના કારણે ગરમી વધી રહી છે.


4, હવામાં ભેજ

દર વખતે ઉનાળા દરમિયાન હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટે છે અને તેનાથી સુકા હવામાનની અસર જોવા મળે છે. ઉત્તર ભારતના ઠંડા પવનના કર્રને ભેજ ઘટેલો જોવા મળે છે. આ વર્ષે હવામાન સુકું છે કારણ કે ઉત્તર ભારતથી ઠંડા પવન ઓછા છે. ઊંચા તાપમાન સાથે હવામાં ભેજ હોય તો પરસેવો ઓછો થાય છે. શરીરની રચના અનુસાર ગરમીમાં પરસેવો થાય અને તેનાથી શરીર ઠંડુ રહે છે. આ વર્ષે ભેજના કારણે પરસેવો ઓછો થાય છે એટલે વાસ્તવિક કરતા ગરમી વધારે ફિલ થાય છે વધારે તાપમાનનો અનુભવ થાય છે.