×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

HDFC બેંકને જાન્યુઆરી-માર્ચ, 2022માં રૂ. 10,055 કરોડનો નફો : પ્રોવિઝન ઘટ્યાં



16મી એપ્રિલ, 2022 શનિવાર

અમદાવાદ : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક 16 એપ્રિલે, માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન નફામાં વાર્ષિક ધોરણે 23 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બેંકની બેડ લોનની જોગવાઈઓ ઘટતા એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે અને નફો વધ્યો છે. એક વર્ષ અગાઉ સ્ટેન્ડઅલોન નફો રૂ. 8186.51 કરોડ હતો.

બેંકની વ્યાજની ચોખ્ખી આવક એટલે વ્યાજની આવક અને વ્યાજની જાવક વચ્ચેનો તફાવત 10.2 ટકા વધીને રૂ. 18,872.7 કરોડ થયો છે. એચડીએફસી બેંકના કોર નેટ ઈન્ટરેસ્ટ માર્જિન કુલ અસ્ક્યામતોના 4 ટકા અને વ્યાજની આવકના અસ્ક્યામતોના 4.2 ટકા રહ્યાં છે.

HDFC બેન્કે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં તેના એડવાન્સિસ વાર્ષિક ધોરણે 20.8 ટકા વધીને રૂ. 13.69 લાખ કરોડ થયા છે, જેમાં રિટેલ લોન બુકમાં 15 ટકાની વૃદ્ધિ, કોમર્શિયલ અને રૂરલ બેન્કિંગ લોન 30.5 ટકા અને કોર્પોરેટ અને અન્ય હોલસેલ લોન ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 17.5 ટકાના દરે વધી છે.

બેંકે માર્ચ 2022 સુધીમાં થાપણોમાં વાર્ષિક ધોરણે 16.8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં રિટેલ ડિપોઝીટમાં 18.5 ટકા અને હોલસેલ ડિપોઝીટમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો થયો હતો.

માર્ચ 2022 સુધીમાં CASA ડિપોઝીટનો હિસ્સો રૂ. 7.51 લાખ કરોડ હતો, જે લગભગ 22 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે CASA ડિપોઝીટનો રેશિયો ગુણોત્તર માર્ચ 2022 ક્વાર્ટરમાં 46.1%થી વધીને 48 ટકા થયો છે, તેમ બેંકે એક રેગ્યુલેટરી ફાઈલિંગામાં જણાવ્યું હતું.

માર્ચ 2022 ક્વાર્ટરના અંતે પ્રોવિઝન અને કન્ટીજન્સિ વાર્ષિક દ્રષ્ટિએ 29.4% ઘટીને રૂ. 3312.4 કરોડ થઈ છે, પરંતુ કવાર્ટરલી બેસિસિ પર તે 10.6 ટકા વધી હતી.

એસેટ ક્વોલિટીમાં એકંદરે સુધારો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરના અંતે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 9 bps ઘટીને 1.17 ટકા અને નેટ NPA 5 બેસિસ પોઈન્ટ ઘટીને 0.32 ટકા થયા છે. વ્યાજ સિવાયની આવક સામાન્ય વધીને રૂ. 7637 કરોડ થઈ છે. 

HDFC Ltd-HDFC Bank Merger : 

આ વર્ષે 4 એપ્રિલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે HDFC બેન્ક સાથે HDFC લિમિટેડના મર્જરને મંજૂરી આપી હતી. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ આ સંયુક્ત એન્ટિટી ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બનશે. HDFC શેરધારકોને તેમની પાસેના દરેક 25 શેર માટે HDFC બેંકના 42 ઇક્વિટી શેર મળશે.