×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Hanuman Jayanti : PM મોદી કરશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ


- મધ્ય પ્રદેશના ખરગોનમાં રામ નવમીની હિંસા પછી, ભોપાલ પોલીસ શનિવારે હનુમાન જયંતિની શોભાયાત્રાને લઈને હાઈ એલર્ટ પર છે 

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2022, શનિવાર

આજે હનુમાન જયંતિ છે અને દેશભરમાં તેને લઈને અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હનુમાન જયંતિના અવસર પર ગુજરાતના મોરબી ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપી હતી. હનુમાન મૂર્તિ સ્થાપન શ્રેણીની પ્રથમ મૂર્તિ વર્ષ 2010 માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. પીએમઓએ જણાવ્યું કે, આ મૂર્તિ દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત કરવામાં આવશે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ રામનવમીના દિવસે મધ્યપ્રદેશના ખરગોનમાં હિંસા બાદ હનુમાન જયંતી શોભાયાત્રા માટે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

10 મહત્વની વાતો

1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.

2. હનુમાન મૂર્તિ સ્થાપના શ્રૃંખલાની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે, શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. 

3. બીજી તરફ મધ્ય પ્રદેશના ખરગોનમાં રામ નવમીની હિંસા પછી, ભોપાલ પોલીસ શનિવારે હનુમાન જયંતિની શોભાયાત્રાને લઈને હાઈ એલર્ટ પર છે અને શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે તેને ડ્રોનથી મોનિટર કરવા માટે કહેવામાં આવ્યું છે.

4. ભોપાલ પોલીસ કમિશનર, મકરંદ દેવસ્કરે શુક્રવારે કહ્યું હતું કે, ડ્રોન ઉપરાંત પોલીસ વિભાગે શોભાયાત્રા પર નજર રાખવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરી છે.

5. ભોપાલ પોલીસે 16 શરત રાખી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, શોભાયાત્રામાં ત્રિશૂળ, ગદા સિવાયના અન્ય શસ્ત્રો લેવામાં નહીં આવશે. ડીજે પર વાગતા ગીતોની યાદી પણ આપવાની રહેશે અને શોભાયાત્રામાં માત્ર એક ડીજેનો ઉપયોગ કરી શકાશે.

6. 10 એપ્રિલના રોજ, મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન લોકોના જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.

7. મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શનિવારે પુણેના પ્રખ્યાત હનુમાન મંદિરમાં મહા આરતી કરશે.

8. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) છેલ્લા કેટલાક સમયથી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી રહી છે. રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ પણ તેમના તરફથી આપવામાં આવ્યું છે.

9. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી પણ પુણેમાં હનુમાન જયંતિ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

10. તમને જણાવી દઈએ કે, રવિવારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પંચમુખી અંજનેય સ્વામી હનુમાનની 161 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જિલ્લાના કુનિગલ તાલુકામાં બિડાનગેરે ખાતે બિડાનગેરે બસવેશ્વર મઠ દ્વારા પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.