×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Budget Live: ગોધરા-મોરબીને મળી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ બનશે


- ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ છેઃ નીતિન પટેલ

ગાંધીનગર, તા. 3 માર્ચ 2021, બુધવાર

ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બજેટ આપતા પહેલા તેમણે મોટું નિવેદન આપ્યું છે.

નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે. જો કે કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે.

આ માટે વિશેષ ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે. વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિધાનસભા પહોંચ્યા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા. 

LIVE UPDATES :

- 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે

- સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ

- નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ

- 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે

- ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ

- ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ

- કેંદ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ

- PM માતૃવંદના યોજના માટે 66 કરોડ

- અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ

- આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ

- સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ

- પાણી પુરવઠા માટે 3 હજાર 974 કરોડની જોગવાઈ

- રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

- રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

- સિરામીક હબ:મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે

- નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે

- નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

- કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

- રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાસે

- જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન

- રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

- ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

- માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ

- ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ

- ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ

- શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ

- મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

- આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

- નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

- સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

- ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

- મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

- આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ

- નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

- જનતાએ સમર્થન આપ્યું છે તે વિશ્વાસ અમે કાયમ રાખીશુ: પટેલ

- ગુજરાતની દરેક જ્ઞાતિ, સમાજનો વિકાસ થાય તેવું બજેટ છેઃ પટેલ

- ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું બજેટ છેઃ પટેલ

- ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ છેઃ પટેલ

- રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે…

- ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ થવાનું છે. ત્યારે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે… નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે.

- ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વધુ લાભ અપાશે: પટેલ

આ એપ્લિકેશન પર આજે વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે બજેટ એપ્લિકેશન અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં પાછલા ત્રણ વર્ષની પણ બજેટ કોપી મૂકવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના અલગ અલગ 24 વિભાગોના 24 જેટલા ફોલ્ડર બનાવીને તમામ વિભાગોના અલગ-અલગ બજેટ માટેની પણ વ્યવસ્થા મોબાઇલ એપ્લિકેશનમાં કરવામાં આવી છે જે વિશ્વની કોઈપણ જગ્યાએ રહેતા ગુજરાતીઓ તેમના મોબાઈલમાં જોઈ શકશે. કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બુધવારે 77મું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે