×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GSTના દરોમાં ફેરફાર: પોસ્ટ પેકેજ, હોટેલ રૂમ, ચોખાની ચીજો, લસ્સી, છાશ મોંઘા થશે

અમદાવાદ તા. 28 જુન 2022,મંગળવાર

ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજોના GSTના દરમાં ફેરફાર થશે એવું PTIના એક અહેવાલમાં જાણવા મળ્યું છે. 

જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર ૨૮ ટકાના દરે GST વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે સવું સુત્રોએ જણાવ્યું હતું. 

જે ચીજો ઉપર ટેક્સ વધશે એવી ચીજોમાં LED લાઈટ, ચામડાની બનાવટો ઉપર, સોલાર હીટર, ખાધતેલમાં, પ્રિન્ટીંગ, લખવા માટે વપરાતી ચીજો માટે ઉપર ટેક્સ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી ચીજોમાં કાચામાલ કરતા તૈયાર માલ ઉપર વધારે ટેક્સ હોવાથી તેના ટેક્સ વધારવામાં આવ્યા છે. 

જે ચીજોમાં વેરામુક્તિ મળતી હતી તેમાં ચોખા, ચોખાથી બનાવટો, પાપડ, લસ્સી, છાશ, મધ, અનાજ વગેરેને હવે વેરામુક્તિ મળશે. 

રૂ. ૧૦૦૦થી ઓછા ભાડાં ઉપર મળતા હોટેલના રૂમને અત્યારે GSTમાં મુક્તિ આપવામાં આવે છે હવેથી તેના ઉપર ૧૨ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. હોસ્પિટલમાં જે રૂમના ભાડાં રૂ.૫૦૦૦ કે તેથી વધારે હોય (જેમાં ICUનો ચાર્જ ગણવામાં નહી આવે) તેના ઉપર હવેથી GST પાંચ ટકા લાદવામાં આવશે. 

પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર સિવાય બુક પોસ્ટ, કવર કે જેનું વજન ૧૦ ટકા કરતા વધારે હોય તેના ઉપર પણ GST લાદવામાં આવશે. આ ઉપરાંત, ચેકબુકની બેંક દ્વારા આપતી સેવા ઉપર પણ ૧૮ ટકા ટેક્સ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત, સોનું કે ઘરેણા એક રાજ્યથી બીજા રાજ્ય જતા હોય તો તેના માટે E-way બીલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારને કેટલા મૂલ્યથી ઉપર આ ઈ-વે બીલ બનાવવું તેની મર્યાદા નક્કી કરવની છૂટ આપવામાં આવી છે.