×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Go Firstને વધુ એક આંચકો, લીઝ પર મળેલા 20 એરક્રાફ્ટ 5 દિવસમાં પાછા આપવા પડશે : સૂત્રો

image : Wikipedia 



ગો ફર્સ્ટ એરલાઇન રોકડની તંગીનો સામનો કરી રહી છે અને નાદારીની આરે પહોંચી ગઈ છે. હવે આ એરલાઈનને વધુ એક ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, જેમણે કંપનીને પ્લેન લીઝ પર આપ્યા હતા તેઓએ 5 દિવસમાં તેમના 20 એરક્રાફ્ટ પાછા માંગ્યા છે. કંપનીના સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને 20 વિમાનોની નોંધણી રદ કરવા કહ્યું છે. ડીજીસીએએ તેની વેબસાઇટ પર લીઝ આપનારાઓની માગ અને તેની વિગતો પ્રકાશિત કરી છે. ગો ફર્સ્ટે ગુરુવારે જ તેની તમામ ફ્લાઈટ્સ 9 મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

કંપનીએ નાદારી નોંધાવી 

Go First એરલાઈને પણ 15 મે સુધી ફ્લાઈટ ટિકિટ બુક કરવાનું પણ બંધ કરી દીધું છે. અગાઉ સોમવારે Go First એ 3, 4 અને 5 મેની ફ્લાઈટ્સ કેન્સલ કરવાની વાત કરી હતી. બીજી તરફ DGCAએ કડક વલણ દાખવતા મુસાફરોને ફ્લાઈટ કેન્સલ થયા બાદ તરત જ તેમના પૈસા રિફંડ કરવા જણાવ્યું છે. લીઝ આપનારાઓ દ્વારા પ્લેન પાછું આપવાનું કહેવું વાડિયા ગ્રુપની માલિકીની એરલાઈન્સ માટે કોઈ મોટા ફટકાથી ઓછું નથી. એરલાઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં નાદારી નોંધાવી છે. જોકે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ Go First દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે.