×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GMDCની 900 બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ અમિત શાહની જાહેરાત, ગાંધીનગરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનશે

- અમદાવાદમાં ડીઆરડીઓના સહયોગથી ઓક્સિજનની સુવિધા સાથે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાઇ

અમદાવાદ, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાના કાળા કહેર વચ્ચે ચારે તરફ બેડ, ઓક્સિજન અને દવાના કારણે દર્દીઓ અને તેમના રરિજનો રઝળી રહ્યાછે. ઉપરાંત દરરોજ નવા રેકોર્ડ કેસ આવી રહ્યા છે. આ બધા વચ્ચે ડીઆરડીઓના સહયોગથી અમદાવાદમાં તાબડતોબ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલી આ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના નિરીક્ષણ માટે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા. 

તેમણે આ હોસ્પિટલની મુલાકાત લીધી, તે સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. હોસ્પિટલની મુલાકાત બાદ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક પણ યોજી હતી. જેમાં રાજ્યની કોરોના અંગેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ, સારવાર, ઓક્સિજન, દવા અને હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે બેડની સ્થિતિ જેવા અનેકવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે.


જીએમડીસીની કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ અમિત શાહે બજી મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે હવે ગાંધીનગરમાં પણ 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનશે. ટાટા ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગર હેલિપેડની બાજુમાં આ હોસ્પિટલ બનશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. જેની અંદર 600 બેડમાં આઇસીયુની સુવિધા ઉપલબ્ધ હશે. 

અમિત શાહે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. સમગ્ર દેશની જેમ ગુજરાતમાં કોરોના કેસ ખૂબ જ ઝડપી વધ્યા છે. અનેક દેશોમાં આ પ્રકારે બીજી અને ત્રીજી લહેર આવી છે. પરંતુ ગુજરાત સરકારે તેનો સામનો કરવા તૈયારી કરીછે. દેશભરમાં સૌથી વધુ ઓક્સિજન બેડની સંખ્યા પણ ગુજરાતમાં વધુ છે. જેમના નાના ઘર છે તેમને હોમઆઈસોલેશન માટે સગડવ આપવા હોમઆઈશોલેશન અપાશે. કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, તેમજ અન્ય સંસ્થાઓએ હોમઆઈશોલશન માટેની તૈયારીઓ બતાવી છે. 

તેમણે કહ્યું કે મેડિકલ ટ્રિટમેન્ટ અને દવાઓ તેમજ ભોજનનો ખર્ચ ગુજરાત સરકાર ઉપાડશે. ટોલફ્રી નંબર પર 50થી વધુ ડોક્ટરો ઉપલબ્ધ હશે. રિટાયર્ડ ડોક્ટરો હોમઆઈસોલેશન ડોક્ટરોને માર્ગદર્શન આપશે. પ્રાઈમરી ચિંતાઓ પણ આ ટોલ ફ્રી નંબર પર માર્ગદર્શન મળી જશે. બે દિવસમાં આ નંબર જાહેર થશે



આ બેઠકની અંદર મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. જેમણે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ગૃહમંત્રીને માહિતિ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના હાહાકાર બાદ દરેક હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. એક પણ હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા નથી. જગ્યા છે ત્યાં ઓક્સિજન નથી અને ઓક્સિજન મળે તો ઇંજેક્શન અને દવા નથી. આવી સ્થિતિમાં દર્દીઓ અને લોકો આમથી તેમ ભટકી રહ્યા છે અને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બધી સ્થિતિની કારણે રાજ્ય સરકાર અને પ્રશાસન સામે લોકોમાં ભારે ગુસ્સો છે. લોકો તરફડીને મોતને ભેટી રહ્યા છે. 


ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા માટે ડીઆરડીઓના સહયોગથી જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીના કોન્વેકેશન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જે આવતીકાલથી કાર્યરત થાય તેવી શક્યતા છે. જેની આજે અમિત શાહે મુલાકાત લીધી હતી. આ સિવાય શહેરના લોકોની આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ લોકો માટે ફાળવવામાં આવશે.


900 બેડની આ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દરેક બેડ પર ઓક્સિજનની સુવિધા છે. આ સિવાય 150 આઇ.સી.યુ. બેડ અને 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સિવાય જરુર પડી તો વધારાના 500 બેડ મુકી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.