×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GDP Growth: દેશના અર્થતંત્ર ઉપર મોંધવારીની અસર દેખાઈ, વૃદ્ધિઘટીને 8.9ટકા રહેશે


જાન્યુઆરી મહિનામાં બજેટ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના દેશના સકલ ઘરેલું ઉત્પાદન (GDP) પ્રથમ પ્રાથમિક અંદાજમાં દેશનો વૃદ્ધિ દર૯.૨ ટકા રહે એવી ધારણા કરવામાં આવી હતી. મોંઘવારી અને ત્રીજા તબક્કાની લહેરના કારણે હવે દેશના જીડીપીનો વૃદ્ધિ દર ૮.૯ ટકા રહે એવું સુધારેલા અંદાજમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે.ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૧ના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ૫.૪ ટકાના દરે વધ્યો હશે એવો અંદાજ પણ આજે જાહેર કરવામાં આવ્યો હતો.

સૌથી મહત્વની વાત છે કે કેન્દ્ર સરકારે આજે રજુ કરેલા અંદાજમાં જીડીપી વૃદ્ધિના ૨૦૧૯-૨૦ના અંદાજમાં ઘટાડો કર્યો છે. અગાઉ એ વર્ષે દેશનો આર્થિક વિકાસ દર ચાર ટકા રહ્યો હતો તેવી જાહેરાત સામે આજે તે ઘટાડી ૩.૭ ટકા કરવામાં આવ્યો છે. આ સામે, કોરોના કાળમાં લોકડાઉન વાળા વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી વૃદ્ધિ નેગેટીવ ૭.૩ ટકા સામે ઘટાડી નેગેટીવ ૬.૬ ટકા કરવામાં આવી છે. આ ફેરફારના કારણે દેશનો આર્થિક વિકાસ દર ૨૦૨૧-૨૨માં ઘણો સારો લાગે છે.

દેશમાંગ્રોસવેલ્યુ એડેડ ( જીવીએ કુલ ઉત્પાદનમાંથી ટેક્સ બાદકરી) વર્ષ ૨૦૨૧-૨૨માં અગાઉના ૮.૬ ટકાથી ઘટાડી ૮.૩ ટકા કરવામાં આવ્યો છે. વર્ષ૨૦૨૧-૨૨માં દેશનો જીડીપી વર્તમાન બહ્વે રૂ.૨૩૬.૪૪ લાખ કરોડ રાખવામાં આવ્યો છે જે આગલા વર્ષ કરતા ૧૯.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સામે સ્થિર ભાવે તે ૮.૯ ટકા વધવાની ધારણા છે કે એટલે કે દેશમાં મોંઘવારીની અસર છે, ખાસ કરીને જથ્થાબંધ ભાવાંક જે રીતે બે આંકમાં છે તેની અસર જોવા મળી રહી છે.

ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીવીએ ૪.૭ ટકા રાખવામાં આવ્યો છે તે બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૮.૪ ટકા હતો.

 

પ્રથમ અંદાજ તા. ૭ જાન્યુઆરી

બીજો અંદાજ તા. ૨૮ ફેબ્રુઆરી

તફાવત

જીડીપી વૃદ્ધિ દર ૨૦૨૧-૨૨

૯.૨

૮.૯

ઘટાડો

જીડીપીસ્થિર ભાવેરૂ. કરોડ

૧૪૭,૫૩,૫૩૫

૧,૪૭,૭૧,૬૮૧

 

જીડીપીવાસ્તવિક ભાવે રૂ. કરોડ

૨,૩૨,૧૪,૭૦૩

૨,૩૬,૪૩,૮૭૫

મોંઘવારી વધતા વૃદ્ધિ

ગ્રાહકોની ખરીદી રૂ. કરોડ

૧,૩૨,૫૨,૪૦૧

૧,૪૦,૨૪,૭૩૧

મોંઘવારીના કારણે વૃદ્ધિ

જીડીપીમાં ક્ષેત્રોનો દેખાવ રૂ. કરોડ

કૃષિ

૨૧,૧૯,૪૪૯

૨૧,૧૫,૦૪૦

ઘટાડો

માઈનીંગ

૩,૩૬,૮૫૯

૩,૩૦,૯૪૫

ઘટાડો

મેન્યુફેક્ચરિંગ

૨૩,૭૦,૨૮૮

૨૪,૮૩,૧૪૨

વૃદ્ધિ

વીજળી,, પાણી પુરવઠો

૩,૩૨,૨૩૫

૩,૧૨,૨૬૪

ઘટાડો

બાંધકામ

૧૦,૪૭,૪૪૮

૧૦,૫૮,૬૪૨

વૃદ્ધિ

ટ્રેડ, હોટેલ્સ, કોમ્યુનિકેશન

૨૪,૭૦,૩૨૦

૨૩,૯૭,૫૨૫

ઘટાડો

બેન્કિંગ, રીઅલ એસ્ટેટ

૨૯,૮૮,૧૩૧

૩૦,૮૯,૭૬૮

વૃદ્ધિ

જાહેર સેવાઓ, સરકારી સેવાઓ

૧૮,૫૭,૭૩૧

૧૮,૩૭,૩૭૨

ઘટાડો