×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

G20 સમિટ પહેલા મુંબઈ-દિલ્હીમાં મોદી સરકારના નિર્ણયથી લોકોએ કટાક્ષ કર્યો, કહ્યું આવી સફાઈ તો ક્યારેય નથી જોઈ

Image Twitter












મુંબઈ, તા. 16 ડીસેમ્બર 2022, શુક્રવાર 

ભારતે ઔપચારિક રીતે 1 ડિસેમ્બરથી G-20 નું પ્રમુખપદ સંભાળ્યું છે. આ સાથે G-20 દેશોના પ્રતિનિધિઓ આ અઠવાડિયે ત્રણ દિવસીય સમિટ માટે મુંબઈ આવ્યા છે. G-20 સમિટ માટે ભારતે ખુબ જોરદાર તૈયારીઓ કરી છે. તો આ બાજુ એક એવી તસવીર પણ જોવા મળી છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. G-20 સમિટ પહેલા વહીવટીતંત્ર અને મુંબઈ સરકારે શહેરના કેટલાક ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારોને ચાદરથી ઢાંકી દીધો છે. આ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોને એવી રીતે ઢાંકવામાં આવ્યા છે કે રસ્તા પર નીકળતી વખતે કોઈ તેને જોઈ જ ન શકે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે શહેરને સુંદર દેખાડવા માટે ઝૂંપડપટ્ટીવાળા  વિસ્તારોને રાતોરાત ચાદરથી ઢાંકી દેવામાં આવી હતી.

G20ના પ્રતિનિધિઓને મુંબઈની ગંદકી ન દેખાય તે  માટે ઝૂંપડપટ્ટીઓને ચાદર ઓઢાડી
G20 મીટિંગ 13 ડિસેમ્બરથી મુંબઈમાં ખાતે શરૂ થઈ ગઈ છે. આ બેઠક આજ તા. 16 ડિસેમ્બર સુધી ચાલવાની છે. આ બેઠકનાં પગલે એક સપ્તાહ માટે મુંબઈમાં ઘણી જગ્યાએ ટ્રાફિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બેઠક સાંતાક્રુઝ (પૂર્વ)માં હોટેલ ગ્રાન્ડ હયાતમાં થઈ રહી છે. મળેલી માહિતી મુજબ G20ના પ્રતિનિધિઓ માટે મુંબઈની પ્રખ્યાત કાન્હેરી ગુફાઓની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંતાક્રુઝથી બોરીવલી સુધીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સફાઈનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આરે કોલોની સિગ્નલ, પઠાણવાડી, સમતા નગર, કાંદિવલીથી લઈને બોરીવલી સુધી, હાઈવેની સાથેના તમામ સ્થળોને સાફ કરવામાં આવ્યા છે અને ત્યાં પોટેડ પ્લાન્ટ્સ પણ ઉગાડવામાં આવ્યા છે, જેથી વિદેશી મહેમાનો શહેરની ગંદકી ન દેખાય.

G20ની જ્યાં બેઠક છે તે વિસ્તારોમાં વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ
મુંબઈમાં G20ની જ્યાં બેઠક ચાલી રહી છે. તે વિસ્તારોમાં વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતની અધ્યક્ષતામાં G20 ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (DWG)ની પ્રથમ બેઠક હાલમાં મુંબઈમાં ચાલી રહી છે. બેઠકનો પ્રથમ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થયો.જેમાં મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી ભગત સિંહ કોશ્યરી, માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેટલાક લોકોએ રાત્રે સફાઈ કરી તેઓએ આ પડદા લગાવ્યા : સ્થાનિકો
સ્થાનિકોના જણાવ્યા મુજબ  કેટલાક લોકો રાત્રે પડોશની સફાઈ કરી રહ્યા હતા, તેઓએ આ પડદા લગાવ્યા. અમને તેમના વિશે સવારે જ ખબર પડી. તેઓએ કહ્યું કે વિદેશતથી કેટલાક ખાસ મહેમાનો આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો સફાઈ કરવા આવે છે તેઓ માત્ર રસ્તાઓની આસપાસના વિસ્તારોને સાફ કરે છે.

આટલી સ્વચ્છતા આ પહેલાં ક્યારેય જોઈ નથી :સ્થાનિકો
સ્થાનિકોએ કહ્યુ કે, આ પહેલા અમે છેલ્લા 50 વર્ષોમાં આવી સ્વચ્છતા અભિયાન ક્યારેય જોઈ નથી, તેમણે કહ્યુ કે,  મુંબઈની વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત અને તાજમહેલ પેલેસ હોટેલને પણ શણગારવામાં આવી હતી.

ટકાઉ વિકાસ લક્ષ્યો પર પ્રગતિને વેગ આપવામાં આવશે.
ભારતની G20 અધ્યક્ષતામાં ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (DWG)ની પ્રથમ બેઠક મંગળવારે મુંબઈમાં યોજાઈ હતી. ત્રણ દિવસીય ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) પર પ્રગતિને વેગ આપવા માટે G20 સામૂહિક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ખોરાક, બળતણ અને ખાતર સુરક્ષા સંબંધિત તાત્કાલિક ચિંતાઓનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકો આપશે.

આગામી G-20 સમિટ માર્ચ, જૂન અને સપ્ટેમ્બર 2023માં રાજધાની દિલ્હી ખાતે યોજાશે
આ વખતે G-20નું યજમાન પદ ભારતના હાથમાં છે. માર્ચ, જૂન અને સપ્ટેમ્બર 2023માં ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટ સંબંધિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિશ્વભરમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષો, પ્રતિનિધિઓ, મહેમાનો મોટી સંખ્યામાં ભાગ લેશે. અને આ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં એવી ઘણી હેરિટેજ સાઇટ્સ છે જે દેશ અને રાજધાનીની ભવ્યતા દર્શાવવામાં આવી છે. તે બધાનું રિનોવેશનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીની કેટલીક ઇમારતોને આ ઇવેન્ટ માટે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે.