×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

G20 સમિટ પર હુમલાની નવી યોજના : સ્ટિકી બોંબથી ડાઉનટાઉનને નિશાન બનાવવાની તૈયારીમાં આતંકી : ગુપ્તચર એલર્ટ

નવી દિલ્હી, તા.17 મે-2023, બુધવાર

G20 બેઠકની વાત કરીએ તો આતંકવાદીઓએ શ્રીનગરમાં આયોજીત સ્થળથી લગભગ 10 કિલોમીટર દૂર ડાઉનટાઉનમાં હુમલો કરવાની યોજના બનાવી છે. ગુપ્તચર એજન્સીને મહત્વપૂર્ણ ઈનપુટ્સ મળ્યા છે કે, અહીં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય તે પહેલા તેમજ શ્રીનગરનો માહોલ બગાડવા આતંકવાદીઓએ શ્રીનગરના લગભગ એક ડઝન જૂના વિસ્તારોમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે.

સ્ટિકી બોમ્બ દ્વારા ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં આતંકવાદીઓ

ગુપ્તચર વિભાગને માહિતી મળી છે કે આતંકવાદીઓની આ યોજના સ્ટિકી બોમ્બ દ્વારા ઘટનાને અંજામ આપવાની છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 બેઠક પહેલા આતંકવાદીઓ શ્રીનગરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. અહીં સુરક્ષા દળોએ સ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ડઝનબંધ ડાઉનટાઉન વિસ્તારોને નિશાન બનાવવાની ફિરાકમાં આતંકીઓ

સુરક્ષા એજન્સીઓને શ્રીનગરના ડાઉનટાઉન સ્થિત લગભગ એક ડઝન વિસ્તારોમાં આતંકવાદી હુમલાનું આયોજન કરાયું હોવા અંગેના ઈનપુટ મળ્યા છે. આ વિસ્તારોમાં નૂરબાગ, લાલ બજાર, રૈનાવરી, બટપુરા અને ઇદગાહ જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઓવરગ્રાઉન્ડ વર્કરોની મદદથી આ વિસ્તારોમાં હુમલો કરવા અંગે ગુપ્ત માહિતી મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીના જણાવ્યા અનુસાર આતંકીઓ સ્ટીકી બોમ્બ અથવા આઈઈડી બ્લાસ્ટ દ્વારા આ હુમલાઓ કરી શકે છે.

અગાઉ ગુપ્તચર એજન્સીઓએ આપી હતી ચેતવણી

ગુપ્તચર એજન્સીઓએ અગાઉ ચેતવણી આપી હતી કે, G20 બેઠકને લઈને પાકિસ્તાનના ઈશારે આતંકી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. જમ્મુમાં તાજેતરની આતંકવાદી ઘટના અને G20ને લઈને સોશિયલ મીડિયા પર કરાયેલી નકલી ટ્વિટ્સ આ પાકિસ્તાની ષડયંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગુપ્તચર એજન્સીને એવી માહિતી પણ મળી છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા આ ગ્રાઉન્ડ વોર અને સાયબર વોર સાથે મળીને લડી રહ્યા છે. આ આતંકી યોજનાઓને જોતા સુરક્ષા એજન્સીઓએ પણ કાશ્મીરના દરેક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે અને પાકિસ્તાનના દરેક પ્રોપેગેંડાને લઈને ખૂબ સાવધાની રાખવામાં આવી રહી છે.