×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

FSLની વિશેષ ટીમ દ્વારા કેબલ, પ્લેટ સહિતના સેમ્પલ એકત્ર કરાયા

અમદાવાદ

 મોરબીમાં મચ્છુ નદી પર ઐતિહાસિક ઝૂલતો બ્રીજ તુટવાની ઘટનાની  તપાસ રાજકોટ રંજ આઇજી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સાથે ગાંધીનગર ફોરેન્સીક સાયન્સના નિષ્ણાંતોની ટીમ પણ મોરબી પહોંચી હતી. અને તેમણે તુટેલા બ્રીજની સાઇટની વિઝીટ કરીને વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે. જેની ક્ષમતા અને મટીરિયલની ચકાસણી ગાંધીનગર સ્થિત ફોરેન્સીક લેબોરેટરીમાં કરાશે. આ સમગ્ર ઘટનામાં એફએસએલના રિપોર્ટને અતિમહત્વનો માનવામાં આવે છે.મોરબીમાં બ્રીજ તુટવાની દૂર્ઘટનાના બીજા દિવસથી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં ફોરેન્સીક તપાસ ખુબ મહત્વની સાબિત થઇ શકે તેમ છે. જેથી ગાંધીનગર ફોરેન્સીક સાયન્સની વિશેષ ટીમને મોરબી બોલાવવામાં આવી હતી. જેમના દ્વારા ઘટના સ્થળની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. તેમના દ્વારા તુટેલા કેબલ, સિમેન્ટ સ્ટ્કચર , ફુટ ઓવર બ્રીજના તળીયાના મટીરિયલ, તેમજ નવીનીકરણમાં ઉપયોગમાં લેવામાં આવેલા વિવિધ મટીરિયલના સેમ્પલ એકત્ર કરાયા હતા. તમામ સેમ્પલને ગાંધીનગરની ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સના યુનિટ ખાતે ચકાસવામાં આવશે. આ માટે વિવિધ ફોરેન્સીક નિષ્ણૉતોની ટીમ કામ કરશે અને રિપોર્ટ રાજકોટ રેંજ આઇજી ઉપરાંત, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને પણ સોંપવામાં આવશે. ફોરેન્સીકની તપાસ મહત્વની હોવાથી રિપોર્ટ માટે હાલ કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમ સુત્રોએ જણાવ્યું હતું.