×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

exit-polls: બંગાળમાં મમતાની સત્તા યથાવત, આસામ, પુડુચેરીમાંમાં BJP સરકાર

નવી દિલ્હી, 29 એપ્રિલ 2021 ગુરૂવાર

પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. બંગાળની 8 તબક્કામાં યોજાનારી છેલ્લા રાઉન્ડની ચૂંટણી 29 એપ્રિલના રોજ સમાપ્ત થઇ છે અને હવે તેના પરિણામ 2 મેના રોજ આવવાના છે. આ પહેલા, એક્ઝિટ પોલ દ્વારા જનતાનો મૂડ જાણવામાં આવ્યો છે.

બંગાળની 35 બેઠકોના 11 હજાર 860 મતદાન મથકો પર આઠમા તબક્કાના મતદાન આજે પૂર્ણ થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજના પાંચ વાગ્યા સુધીમાં 76.07 ટકા મતદાન થયું. 

ટાઇમ્સ નાઉ અને સી વોટર એક્ઝિટ પોલ્સ અનુસાર બંગાળમાં ટીએમસીને 158 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 115 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-ડાબેરીઓનો 22 બેઠકો મળે તેવું અનુમાન છે.

સી વોટર સર્વે અનુસાર બંગાળની 294 બેઠકોમાંથી ટીએમસી 152 થી 164 બેઠકો જીતી શકે છે, ભાજપ 109 થી 121 બેઠકો જીતી શકે છે, જ્યારે કોંગ્રેસને ફક્ત 19 થી 25 બેઠકો મળી શકે છે.

પુડ્ડુચેરીથી ભાજપ માટે સારા સમાચાર છે. એબીપી-સી વોટર સર્વે અનુસાર, પુડુચેરીમાં ભાજપનું ગઠબંધન 19 થી 23 બેઠકો પર જીતશે. 3૦ બેઠકોવાળી પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસને 6થી 10 સીટો જીતી શકે છે. તો, અન્ય 1 થી 2 બેઠકો જીતી શકે છે.

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇંન્ડિયા એક્ઝિટનાં જણાવ્યા મુજબ, આસામમાં ફરી એક વખત મોટી જીત મળે કેવું અનુમાન છે, અન્યને 1થી 4 બેઠકો મળી શકે છે, એબીપી-સી વોટરનાં સર્વે અનુસાર ભાજપ આસામમાં ફરીથી સત્તા પ્રાપ્ત કરી રહ્યું હોય તેવું લાગે છે. એક્ઝિટ પોલમાં રાજ્યની 126 માંથી 58-71 બેઠકો ભાજપના ખાતામાં જતી જોવા મળે છે. તો, કોંગ્રેસ અહીંની મુશ્કેલ સ્પર્ધામાં 53 થી 66 બેઠકો જીતી શકે છે. જ્યારે, 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે.