×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Exit Poll : ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી, મેઘાલયમાં ભાજપ-કોંગ્રેસને મુશ્કેલી પડવાનો અનુમાન

નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર

પૂર્વેત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ આજે મતદાન થયું હતું. મતદાન બાદ સોમવારે સાંજે આવેલા એક્ઝિટ પોલમાં ત્રિપુરામાં ભાજપ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન છે. મેઘાલયમાં કોઈ પણ પક્ષને બહુમત મળવાનો અંદાજ નથી. તો નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનથી સત્તામાં ફરી પાછી આવવાનું અનુમાન લગાવાયું છે. સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે લગભગ 7 વાગે ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા, જી ન્યૂઝ-મેટ્રાઈસ અને ન્યૂઝ-18-સી વોટર્સને એક્ઝિટ પોલ જાહેર કર્યા.

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે. ભાજપને 36થી 45, લેફ્ટ પાર્ટિયોને 6થી 11 અને ટીએમસીને 9થી 16 બેઠકો મળવાનું અનુમાન છે. પ્રથમવાર ચૂંટણી લડેલી તિપરા મોથા પાર્ટીને લગભગ 20 ટકા મતો મળવાનું અનુમાન છે. ભાજપને 45 ટકા મતો મળી શકે છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ મેઘાલયમાં NPPને 18થી 25, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે. ઝી ન્યૂઝ-મેટ્રાઈસના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 6થી 11, NPPને 2થી 21, TMCને 8થી 13, કોંગ્રેસને 3થી 6 બેઠકો, અપક્ષને 10થી 19 બેઠકો મળવાનું અનુમાન છે, એટલે કે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં. નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 35થી 43, NPFને 2થી 5, NPPને 0થી 1, કોંગ્રેસને 1થી 3 અને અપક્ષોને 6થી 11 બેઠકો મળવાનું અનુમાન છે. નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે.

એક્ઝિટ પોલ : ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023

એજન્સી

ભાજપ

TMP

લેફ્ટ+

અન્ય

ઝી ન્યૂઝ+મેટ્રાઈસ

29-36

00

13-21

11-19

ન્યૂઝ 18+સી વોટર્સ

36-45

6-11

8-13

00

ઈન્ડિયા ટુડે+એક્સિસ માય ઈન્ડિયા

36-45

9-16

6-11

00

 

એક્ઝિટ પોલ : મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023

એજન્સી

NPP

ભાજપ

કોંગ્રેસ

TMC

ઝી ન્યૂઝ+મેટ્રાઈસ

2-21

6-11

3-6

8-13

ન્યૂઝ 18+સી વોટર્સ

21-26

6-11

3-6

8-13

ઈન્ડિયા ટુડે+એક્સિસ માય ઈન્ડિયા

8-24

4-8

6-12

00

 

એક્ઝિટ પોલ : ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023

એજન્સી

ભાજપ

કોંગ્રેસ

NPF

અન્ય

ઝી ન્યૂઝ+મેટ્રાઈસ

35-43

1-3

2-5

6-12

ન્યૂઝ 18+સી વોટર્સ

34-43

1-3

2-5

0-1

ઈન્ડિયા ટુડે+એક્સિસ માય ઈન્ડિયા

38-48

1-2

3-8

5-15


મેઘાલય-નાગાલેન્ડ ચૂંટણીનું 2 માર્ચે પરિણામ

મેઘાલયમાં અને નાગાલેન્ડમાં આજે મતદાન યોજાયું હતું. આ બંને રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે મતદાન પહેલા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન સમાપ્ત થતા ત્રણેય રાજ્યોના એક્ઝિટ પોલ એક સાથે આવશે.

નાગાલેન્ડમાં 2315 બૂથ, 183 ઉમેદવારો મેદાનમાં

નાગાલેન્ડના 16 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. બીજી તરફ 10 ફેબ્રુઆરીએ અકુલુતો મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ખેકાશે સુમીએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ ભાજપના ઉમેદવાર કજેતો કિનિમી બિનહરીફ ચૂંટાયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી વી.શશાંક શેખરે કહ્યું કે, રાજ્યમાં કુલ 13 લાખ મતદારો છે. 59 બેઠકો માટે 2,315 મતદાન મથકો પર મતદાન થયું હતું. 183 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 4 મહિલા અને 19 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

મેઘાલયમાં 3419 બૂથ, 375 ઉમેદવારો મેદાનમાં

મેઘાલયના 12 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો પર આજે મતદાન થયું. અહીં 3419 મતદાન મથકોએ મતદાન થયું. અહીં NPP 57 બેઠકો પર જ્યારે કોંગ્રેસ અને ભાજપે 60-60 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ઉપરાંત ટીએમસીના 56 ઉમેદવારો પણ ચૂંટણીમાં છે. રાજ્યમાં કુલ 30 લાખ મતદારો છે. 339 પુરૂષો અને 36 મહિલાઓ સહિત 375 ઉમેદવારો મેદાનમાં છે.