Election Live: 9 વાગ્યા સુધી રાજ્યના આ શહેરો મતદાનમાં રહ્યા મોખરે, જાણો તમામ શહેરોની ટકાવારી
Live Update
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પરિવાર સાથે સુરતની શાળા ક્રમાંક નંબર 45 ખાતે મતદાન કર્યું હતું.
- અમદાવાદમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે..તેઓએ વસ્ત્રાલ ખાતેના મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ હતુ.
શહેર
8
9
અમદાવાદ
5
8
વડોદરા
4
8
સુરત
4
9
રાજકોટ
3
10
ભાવનગર
5
8
જામનગર
3
9
- ગુજરાતની 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે
- અમદાવાદના 4,536 મતદાનમથકો ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ : 1.14 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે
સરકારે મતદાન યોજવા 32,263 પોલીસ અને 63,209 સ્ટાફને કામે લગાડાયો
અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2021, રવિવાર
ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 2276 ઉમેદવારોનું ભાવિ સીલ કરવા માટે છ મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો આવતીકાલે મતદાન શરુ થયું છે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન છે.
આ માટે 4536 મતદાન મથકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. અમ્યુકોની ચૂંટણીમાં 24,14,483 પુરૂષ અને 22,09,942 સ્ત્રી મતદારો મતદાન કરશે. અમદાવાદમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરાયા છે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,680 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. ઉપરાંત 18,144 પોલીસ સ્ટાફની સેવા પણ લેવામાં આવી છે.
મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 574, કોન્ગ્રેસના 566, એનસીપીના 91 અને આમ આદમી પાર્ટીના 470 તથા અન્ય પક્ષના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
છ મહાનગર પાલિકાની એક જ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નારણપુરા વોર્ડની બેઠક પર ભાજપના બિન્દા સુરતી બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કોન્ગ્રેસના મહિલા ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ થયા છે.
મતદારોએ મતદાન કરવા જતી વેળાએ તેમનું ચૂંટણી પંચે આપેલું ઓળખપત્ર સાથે લઈ જવાનું રહેશે. ચૂંટણી પંચે આપેલું ઓળખકાર્ડ ન ધરાવનાર કે લાવવાનું ભૂલી જનાર મતદાતા આધારકાર્ડ સહિતના 14 જેટલા અન્ય ઓળખકાર્ડ બતાવીને તેમના મતાધિરાકરનો ઉપયોગ કરી શકશે. મતદાન માટે ચૂંટણી આયોગે 10,960 બેલેટિંગ ય નિટ અને 5460 કંટ્રોલ યુનિટ તૈયાર રાખ્યા છે. ગુજરાતની છ મહાનગરપાલિકાના 144 વોર્ડની 575 બેઠક માટે11,121 મતદાન મથક પર 1,14,66,973 મતદારો મતદાન કરવા જશે.
અમદાવાદમાં 46,24,425 મતદાતાઓ મતદાન કરી તેમના ઉમેદવારોની પસંદગી કરશે. તેમાંથી 2255 મતદાનમથકો સંવેદનશીલ અને 1188 મતદાનમથકો અતિસંવેદનશીલ મતદાનમથકની કેટેગરીમાં આવે છે. આ માટે 51 ચૂંટણી અધિકારી અને 57 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટે 63,209 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.
તેમ જ મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે 32,263નો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મતદારો ભય વિના મતદાન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ માટે વધાારના પોલીસ પેટ્રોલિંગની અને પોલીસ ફોર્સની પણ ગોઠવણ કરવામાં આવેલી છે. એસ.આર.પી.ના કર્મચારીઓની પણ સેવા વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવી છે.
એક મતદારે વોર્ડના બે મહિલા અને બે પુરૂષ મતદારોને મત ના આપે તો મત કેન્સલ થશે
છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં એક મતદારે તેના વોર્ડના કોઈપણ પક્ષના ચાર ઉમેદવારોને મત આપવાનો રહેશે. તેમાં બે મહિલા અને બે પુરૂષ મતદારોને તેઓ મત આપી શકે છે.
બે મહિલા અને બે પુરૂષ કરતાં વધુને મત આપનાર મતદારનો મત કેન્સલ થયેલો ગણાશે. મતદાતાને કોઈપણ ઉમેદવાર કે કોઈપણ પક્ષના ઉમેદવાર પસંદ ન હોય તો નોટા-નન ઓફ ધી એબોવ (ઉપરના ઉમેદવારોમાંથી કોઈને પણ મત નથી આપવો) તેમ જણાવતું નોટાનું બટન પણ દબાવી શકે છે.
ચૂંટણીમાં હજારો લોકો ભાગ લેવાના હોવા છતાં કોરોના ટેસ્ટિંગ બૂથ બનાવાયા નથી
છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે 1.14 કરોડથી વધુ મતદારો 11121 મતદાન મથકોએ એકત્રિત થવાની શક્યતા હોવા છતાંય સરકારે એક પણ મતદાન મથકની નજીક કે પરિસરમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરી આપતા બૂથ બનાવ્યા જ નથી.
તેના બેથી ત્રણ કારણો હોવાનું માનવામાં આવે છે. એક, કોરાનાના બે પાંચ કેસ બને તો મતદારો મતદાન કર્યા વિના જ ઘરભેગા થઈ જાય તેવી સંભાવના રહેલી છે. કોરોનાને નામે પોતાની કારમાં એકલા બેસીને પ્રવાસ કરનારના ખિસ્સા ખંખેરવા માટે સરકાર રૂા. 1000નો દંડ કરાવી શકે છે.
પરંતુ રાજકીય પક્ષનું હિત આવે ત્યારે કોરોના ફેલાતો હોય તો છો ફેલાય, પરંતુ મતદાન તો થવુ ંજ જોઈએ તેવી ભાવનાથી સરકાર બધી જ છૂટછાટ આપી રહી હોવાની આમજનતાની ફરિયાદ છે. બીજું, કોરોના ટેસ્ટિંગની લાઈનમાં અને પછી મતદાન કરવાની લાઈનમાં ઊભા રહેવાનું આવે તો તેવા સંજોગોમાં મતદારો વધુ સમય ન ફાળવીને મતદાન કરવાનું ટાળે તેવી પણ શક્યતા રહેલી છે.
Live Update
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પરિવાર સાથે સુરતની શાળા ક્રમાંક નંબર 45 ખાતે મતદાન કર્યું હતું.
- અમદાવાદમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે..તેઓએ વસ્ત્રાલ ખાતેના મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ હતુ.
શહેર |
8 |
9 |
અમદાવાદ |
5 |
8 |
વડોદરા |
4 |
8 |
સુરત |
4 |
9 |
રાજકોટ |
3 |
10 |
ભાવનગર |
5 |
8 |
જામનગર |