×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

EDનો દાવો- સચિન વાઝેએ બાર માલિકો પાસેથી 4.7 કરોડ રૂપિયાન વસુલ્યા અને તે દેશમુખના PA ને આપ્યા

મુંબઇ, 26 જુન 2021 શનિવાર

મુંબઇ પોલીસમાંથી સસ્પેન્ડે થયાલા પુર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ EDને જણાવ્યું કે તેણે મુંબઇનાં બાર માલિકોથી 4.7 કરોડ રૂપિયાની રોકડ એકઠા કર્યા હતાં, અને મહારાષ્ટ્રનાં પુર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખએ તેમના PAને સોંપ્યા હતાં, EDએ શનિવારે આ દાવો કર્યો, એજન્સીએ તે પણ દાવો કર્યો કે મુંબઇ પોલીસની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટનાં પુર્વ વડા વાઝેએ બાર માલિકો અને મેનેજમેન્ટને જણાવ્યું કે આ પૈસા નંબર 1 ને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને સોશિયલ સર્વિસ બ્રાન્ચને અપાશે.  

વાઝેએ એજન્સીને જણાવ્યું કે પોલીસ તપાસના અનેક કેસોમાં તેમને તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સીધી સૂચનાઓ મળી રહી હતી. EDએ મુંબઈની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ સ્પેશિયલ એક્ટ કોર્ટમાં રિમાન્ડની અરજીમાં આ આરોપો લગાવ્યા હતા અને દેશમુખના સહાયકો, તેમના અંગત સચિવ સંજીવ પલાંડે (51) અને PA કુંદન શિંદે (45) ની કસ્ટડી માંગી હતી. જેમની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે તેમને 1 જુલાઇ સુધીની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

EDએ આરોપ લગાવ્યો કે, "વાઝેએ જણાવ્યું છે કે તેણે ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2021 ની વચ્ચે ઘણા બાર-માલિકો પાસેથી લગભગ 4.70 કરોડ એકત્રિત કર્યા હતા અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021નાં મહિનાઓમાં અનિલ દેશમુખની સૂચનાથી તેણે તેમના PA કુંદન સંભાજી શિંદેને બે હપ્તા સોંપ્યા હતા."