×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની અટકાયત કરી


મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર

શિવસેના સાંસદ સંજય રાઉતની EDએ અટકાયત કરી છે. છેલ્લા 8 કલાકથી તેમના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7:વાગ્યે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા. EDએ સંજય રાઉત પર તપાસમાં સહયોગ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. 

મળતી માહિતી અનુસાર જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ED ઓફિસમાં આવવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ હવે ED તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ જઈ શકે છે.

દરોડા દરમિયાન રાઉતે સ્પષ્ટતા કરી હતી કે, એક જવાબદાર સાંસદ તરીકે તેમણે સંસદના સત્રમાં હાજરી આપવાની હતી અને તેથી તેઓ 20 અને 27 તારીખે ED સમક્ષ હાજર નહોતા થયા. તેમણે એમ પણ કહ્યું કે, તેણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે અને જો તે દિવસે સમન્સ મોકલવામાં આવશે તો તે ED અધિકારીઓ સમક્ષ હાજર થશે.

અગાઉ 27 જુલાઈના રોજ, EDએ આ કેસમાં રાઉતને સમન્સ પાઠવ્યું હતું અને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું પરંતુ રાઉત હાજર નહોતા થયા અને હાજરીમાંથી મુક્તિ માંગી હતી. પરંતુ ત્યારે EDએ તેનો સ્વીકાર નહોતો કર્યો. 

વધુ વાંચો: શું છે પાત્રા ચાલ કૌભાંડ? જેના કારણે સંજય રાઉત પર લટકી રહી છે જેલ જવાની તલવાર