×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Economic Survey 2022: વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8.5%


અમદાવાદ, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર

નાણામંત્રી નિર્મલા સીતારમાને થોડી પળ પહેલા જ સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી હતી. આ સર્વે અનુસાર દેશનો આર્થિક વિકાસ દર 2022-23ના નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકા રહેવાની ધારણા છે. અહી નોંધવું જોઈ એ વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે. એટલે કે આગલા વર્ષે દેશનું અર્થતંત્ર ધીમું પડે એવી શક્યતા ઇકોનોમિક સર્વેમાં જોવામાં આવી રહી છે. 

સર્વેનો સંકેત સરકારી ખર્ચ વધશે, મૂડીરોકાણ વધારવું શક્ય

આજે રજુ થયેલા સર્વેક્ષણમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, કરની આકારની વધી રહી છે ત્યારે સરકાર પાસે એટલી જગ્યા છે કે આગામી વર્ષે ખર્ચ વધારી, વધારે મૂડીરોકાણ કરી અર્થતંત્રને ટેકો આપે. એનો મતલબ કે મંગળવારે રજુ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર પોતાનો ખર્ચ વધારી શકે છે. એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બજેટ 2022-23માં કુલ ખર્ચ રૂ. 39 લાખ કરોડ રહે એવી શક્યતા છે. 

Economic Survey: કેન્દ્ર સરકારની નાણા ખાધ 6.1 ટકા રહેવાનો અંદાજ

બજેટ અગાઉ ઇકોનોમિક સર્વે રજુ કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર પાસે નાણાની પુરતી ઉપલબ્ધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંદાજ અનુસાર બજેટ 2022-23માં નાણામંત્રી દેશની નાણા ખાધ જીડીપીના 6.1 ટકા રાખે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારને આગામી વર્ષે બજારમાંથી રૂ. 13 લાખ કરોડનું દેવું કરવું પડે એવી શક્યતા છે.

દરમિયાન, ઇકોનોમિક સર્વેનો અહેવાલ રાજ્યસભામાં રજુ કરવાનો બાકી હોવાથી તે જાહેર જનતાને બપોરે 3:00 વાગ્યા પછી ઉપલબ્ધ બને એવી શક્યતા છે. અહીં નોંધવું જોઈએ કે નાણા મંત્રાલયના નવનિયુક્ત આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્વરમ આજે 3:45 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

બજેટ અને ઇકોનોમિક સર્વેની વધુ અપડેટ માટે વાંચતા રહો www.gujaratsamachar.com