×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DRIએ મુન્દ્રા પોર્ટ ખાતેથી રૂ. 50 કરોડનું મૂલ્ય ધરાવતી 2 લાખ ઈ-સિગારેટ જપ્ત કરી


- બે શંકાસ્પદ કન્ટેનર્સને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો હાથ લાગ્યો 

ગાંધીધામ, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર

અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આશરે 50 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. DRIની ટીમને એક કન્ટેનરમાંથી 2,00,400 (બે લાખ ચારસો) પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો. 

બે શંકાસ્પદ કન્ટેનર્સને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. ત્યાર બાદ DRIએ આયાતકારના અન્ય કન્ટેનર્સની તપાસ પણ હાથ ધરી હતી. 

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં સુરતમાંથી પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના સચિન હાઈવે પરથી ઈ-સિગારેટના કન્ટેનર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-સિગારેટનો તે જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો તેવું સામે આવ્યું હતું. 

વધુ વાંચોઃ 20 કરોડની ઇ-સિગારેટનો જથ્થો મુંબઇના બે બિઝનસમેને મંગાવ્યો હતો