×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DRDOએ સ્વદેશી લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યુ, જાણે કેમ છે ખાસ

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2021

ભારતે શુક્રવારના રોજ દેશમાં વિકસીત લોંગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓ દ્વારા વિક્સીત આ બોમ્બ ભારતીય વાયુસેના તરફથી એક એરિયલ પ્લોટફોર્મ પરથી પરીક્ષણ કર્યું હતું. બોમ્બને ફાઇટર પ્લેનની મદદથી  ગાઇડ કરી ટાર્ગેટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ડીઆરડીઓ અનુસાર બોમ્બનું નિશાન સાધવામાં સફલ રહ્યો હતો.

આ પહેલા રાજસ્થાનના પોખર રેન્જમાં  ઓક્ટોબરના રોજ સ્માર એન્ટી એરફીલ્ડ વેપન અગ્નિ-5 મિશાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  સરકારી અધિકારીઓ અનુસાર ભવિષ્યમાં આવા સટીક નિર્દેશિત હથિયારોના વધુ પરીક્ષણ કરવાની આશા વ્યક્ત કરી હતી.

લોન્ગ રેન્જ ગાઇડેડ બોમ્બ શું છે?
સાધારણ બોમ્બને એરક્રાફ્ટ પરથી છોડવામાં આવ્યાં બાદ તેને નિયંત્રિત કરી શકાતું નથી, પરંતુ લોન્ગ રેન્જ ગાઇડેડ બોમ્બ, જેને સ્માર્ટ બોમ્બ પણ કહેવામાં આવે છે તેને લોન્ચ કર્યા બાદ તેની દિશા અને ગતિ બંનેને નિયંત્રિત કરી શકાય છે.