×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DGPs-IGPs Conference: PM મોદી આજે પરિષદમાં ભાગ લેશે, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Image : DD News Twtitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે બે દિવસ પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદ 2022માં ભાગ લેશે. વડાપ્રધાનના કાર્યાલયે આ અંગે જણાવ્યું હતું કે પીએમ મોદી નવી દિલ્હીના પુસામાં રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પરિષદમાં પોલીસ મહાનિરીક્ષક અને મહાનિરીક્ષક સ્તરે દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો છે.

ગઈકાલે અમિત શાહે કરી હતી અધયક્ષતા

ગઈકાલે શરુ થયેલી આ પરિષદમાં તમામ રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની ત્રણ દિવસી સુધી ચાલશે. આ અગાઉ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન આંતરિક સુરક્ષાના ભાવિ રોડમેપ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સંબોધિત કરશે. 

દેશના વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, નાર્કોટિક્સ વિરુદ્ધ અભિયાન, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર મુખ્ય ચર્ચા કરવામાં આવશે. આ સિવાય સીમા વ્યવસ્થાપન, સરહદ પારથી પડકારો, દરિયાઈ સુરક્ષા, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ઉભો થયેલો ખતરો, અર્થતંત્ર, ક્રિપ્ટોકરન્સી, માઓવાદી હિંસા અને પૂર્વોત્તર અશાંતિ પર પણ ચર્ચા થવાની છે.