×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DC vs MI IPL 2022: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો


- દિલ્હી કેપિટલ્સને પહેલી સફળતા મળી જેમાં રોહિત શર્મા 41 રન બનાવીને આઉટ થઈ ગયા 

મુંબઈ, તા. 27 માર્ચ 2022, રવિવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગના આજે 2 મુકાબલા છે. બપોરે 3:30 કલાકે શરૂ થયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને-સામને છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી કોઈ જ ખિતાબ નથી જીતી શકી પરંતુ ઋષભ પંતની આગેવાનીમાં ટીમ ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરશે. દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ વિદેશી ખેલાડીઓની તંગીનો સામનો કરી રહી છે ત્યારે પહેલા મુકાબલામાં તે શું કરશે તેના પર સૌ કોઈની નજર છે. 

@ 4:26 PM

DCને બીજી સફળતા

મુંબઈ ઈન્ડિયન્સની વધુ એક વિકેટ પડી ગઈ છે. કુલદીપ યાદવે અનમોલપ્રીત સિંહને લલિત યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો. અનમોલપ્રીત સિંહ માત્ર 8 રન બનાવી શક્યો. 12 ઓવર્સ બાદ MI- 91/2

@ 4:15 PM

MIને પહેલો ઝાટકો

દિલ્હી કેપિટલ્સને પહેલી સફળતા મળી ગઈ છે. રોહિત શર્મા 41 રન બનાવીને આઉટ થઈ ગયા છે. કુલદીપ યાદવે રોહિત શર્માને રોવમૈન પોવેલના હાથે કેચઆઉટ કરાવ્યો. 9.1 ઓવર્સ બાદ MI- 70/1

@ 3:12 PM

દિલ્હી કેપિટલ્સના પ્લેઈંગ 11- પૃથ્વી શો, ટિમ સિફર્ટ, મંદીપ સિંહ, ઋષભ પંત, આર. પાવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહમદ, કમલ નાગરકોટી, કુલદીપ યાદવ

મુંબઈ કેપિટલ્સના પ્લેઈંગ 11- રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કાયરન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડૈનિએલ સૈમ્સ, મુરૂગન અશ્વિન, ટાયમલ મિલ્સ, જસપ્રીત બુમરાહ, બસિલ થામ્પી

@ 3:03 PM

દિલ્હી ટોસ જીત્યું

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના મુકાબલામાં ઋષભ પંત ટોસ જીત્યો છે અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આકરા ધૂપમાં દિલ્હીની ટીમે બોલિંગ પસંદ કરી જેને લઈ આશ્ચર્ય વ્યાપ્યું છે પરંતુ પીચને જોતા આ નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે.

કઈ ટીમનું પલડું ભારે?

બંને ટીમના રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધી 30 વખત બંને વચ્ચે મુકાબલો થયો છે. તેમાંથી 16માં મુંબઈ ઈન્ડિયન્સ અને 14માં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. IPL 2021માં દિલ્હીએ મુંબઈને બંને લીગ મુકાબલામાં માત આપી હતી.